ખેડૂતોમાં ખુશીની લહેર:વડગામ ખાતેના સમરસતા સંમેલનમાં સીઆર પાટીલનું નિવેદન, "આજથી 10 દિવસ માટે નર્મદા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાશે"

પાલનપુરએક મહિનો પહેલા
  • શંકર ચૌધરીએ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માન્યો

બનાસકાંઠાના વડગામ ખાતે યોજાયેલા સમરસતા સંમેલનમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને પાણીની અછતને લઈને પડતી હાલાકી વિશે વાત કરી હતી. જેમાં તેમણે આજથી કેનાલમાં પાણી શરૂ કરવા બાબતેનું પણ નિવેદન આપતા જિલ્લાના ખેડૂતોમાં ખુશીની જોવા મળી હતી.

વડગામ ખાતે યોજાયેલા સમરસતા કાર્યક્રમમાં પહોંચેલા સીઆર પાટીલે જિલ્લામાં ખેડૂતોને પાણીની અછતને લઈ પડતી હાલાકીને વર્ણવી હતી. તેમજ જિલ્લાના ભાજપના સાંસદ ધારાસભ્યો તેમજ શંકર ચૌધરીની રજૂઆતને ધ્યાને લઈ આજથી નર્મદા અને સુજલામ સુફલામ કેનાલમાં પાણી શરૂ કરવા બાબતેનું પણ નિવેદન આપતાં જિલ્લાના ખેડૂતોમાં પણ ખુશીની લહેર પ્રસરી છે. નોંધનીય છે કે આજે વડગામ ખાતે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે સમરસતા સંમેલનમાં સી.આર.પાટીલે આ જાહેરાત કરી હતી.

જો કે આ અંગે શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે તેઓ આ અંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો આભાર માને છે. જિલ્લાના કાર્યકર્તાઓની વાત સાંભળીને રાજ્ય સરકારે નર્મદાની કેનાલ અને સુજલામ સુફલામ કેનાલમાં 10 દિવસ માટે પાણી છોડવા માટે નિર્ણય કર્યો છે. જેના માટે તેઓ જિલ્લાના અને રાજ્યના ખેડૂતો વતી તેમનો હૃદયપૂર્વક આભાર માને છે.

અન્ય સમાચારો પણ છે...