તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના વોરિયર:2000 કોરોના સેમ્પલના ટેસ્ટ જ્યાં થાય છે તે મોરિયાની લેબમાં16 કલાક નોકરી કરતો સ્ટાફ

પાલનપુર8 દિવસ પહેલા
 • કૉપી લિંક
ટીમ 16 કલાક ખડે પગે રહે છે જે બાદ સેમ્પલ મળે છે. - Divya Bhaskar
ટીમ 16 કલાક ખડે પગે રહે છે જે બાદ સેમ્પલ મળે છે.
 • સેમ્પલમાં ભૂલ ન જાય એ માટે મહિલા લેબ ઇન્ચાર્જ જાતે ડેટા નાખે છ

પાલનપુર થી પાંચ કિલોમીટર દૂર આવેલી મોરીયા મેડિકલ કોલેજના બીજા માળે 1 કરોડના ખર્ચે બનેલી લેબ છે. લેબની બહાર જ આઇસબોક્સનો મોટો ઢગલો છે. રોજ જુદી જુદી ટિમો સેમ્પલ લઈને અહીં આવે છે. બનાસ મેડિકલ કોલેજ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ પાલનપુરના ડિપાર્ટમેન્ટ ઓફ માઇક્રોબાયોલોજીના આસી. પ્રોફેસર ડો. રાધિકા ખેરા અહીં લેબ ઇન્ચાર્જ છે. તેમણે જણાવ્યું કે " સહુથી વધુ જોખમ સેમ્પલ ખોલવામાં રહેલું છે. સેમ્પલ થ્રીલેયરમાં પેક કરવામાં આવે છે. જે બાદ નામની યાદી પ્રમાણે સેમ્પલ વેરીફાઈ કરવામાં સૌથી વધુ સમય જાય છે.

મશીનમાં એક રાઉન્ડમાં 96 સેમ્પલ એકસાથે ટેસ્ટ થઈ શકે છે. જેને અંદાજીત 5 થી 6 કલાકનો સમય લાગી જાય છે. વધુ સેમ્પલ આવતા લેબમાં એક સાથે 10 સેમ્પલને ભેગા કરીને પણ ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે જેમાંથી એક પણ પોઝીટીવ નીકળે તો બધા સેમ્પલ ને પૂલડ સેમ્પલ (POOLED SAMPLE) રિપોર્ટ માં લખી ને મોકલવામાં આવે છે.સેમ્પલમાં સીટી વેલ્યુ અને ગ્રાફ બંને વસ્તુ ચેક કરવામાં આવે છે જેમાં સીટીવેલ્યૂ 30થી વધુ જ્યારે ગ્રાફ એસ આકારમાં હોય ત્યારે સેમ્પલ પોઝિટિવ હોવાનું માનવામાં આવે છે. અહીં લેબોરેટરીમાં ફરજ બજાવતો સ્ટાફ 15 થી 16 કલાક સતત કામ કરે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો