તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના વૉરિઅર:પાલનપુર સિવિલમાં પીપીઇ કીટ વિના સારવાર કરતો સ્ટાફ

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક

બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ દર્દીઓ સાજા થઈને ઘરે ગયા છે તેવી પાલનપુરની મુખ્ય સરકારી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ પીપીઇ કીટ વિનાજ સારવાર કરે છે. જ્યારે દરેક બેડ પર દર્દીના પરિવારજન સતત ખડે પગે રહે છે. દિવ્ય ભાસ્કરની ટીમે ટ્રોમા વોર્ડની અંદર તેમજ ટ્રોમાં વોર્ડની સામેના ભાગમાં બનાવાયેલા મોટાભાગના આઇસીયું વોર્ડમાં ક્રિટિકલ પેશન્ટના સારવારની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો હતો. દવાઓ ઇન્જેક્શન સહિતની જરૂરી ચીજવસ્તુઓનો બહુ મોટો ઢગલો અહીં જોવા મળ્યો, અહીં હોવાથી દરેક બેડ પર જીવન મરણ વચ્ચે જંગના દ્રશ્યો જોવા મળ્યા હતા.

એક પેશન્ટને ઓક્સિજન લેવલ ઓછું તગતા સ્ટાફના ડો. તુરંત પીપીઈ કીટ વિનાજ સારવાર માટે પહુચ્યા હતા. તેમની સાથેના નર્સિંગ સ્ટાફ તેમજ પેરામેડીકલ સ્ટાફ પણ માત્ર થ્રી લેયર માસ્ક અને હેન્ડ ગ્લોવ્ઝમાં જ દર્દીઓ હેન્ડલ કરી રહ્યા હતા. એક તબીબને આ બાબતે પૂછતાં એમણે જણાવ્યું હતું કે અમારામાં રોજ રોજ કોરોના સાથે કામ કરતા બોડી પણ હવે વાયરસ સામે ટક્કર લેવા લાગ્યું છે." તો બીજીતરફ સિવિલના સુપ્રીટેંડેન્ટ ડો. સુનિલ જોષીએ જણાવ્યું હતું કે "જ્યારે ક્રિટિકલ પેશન્ટની જોડે લાંબો સમય રહેવાનું કોઈ ડો. કે સ્ટાફને થાય તેવા સંજોગોમાં પીપીઈ કીટ પહેરવી પડે છે."

અન્ય સમાચારો પણ છે...