તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:આસેડા ગામે દારૂ પીવાના પૈસા ન આપતાં પિતા ઉપર પુત્રનો હુમલો

પાલનપુરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પિતાએ પુત્ર વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી

ડીસા તાલુકાના આસેડા ગામે દારૂ પીવાના પૈસા ન આપતાં એક શખ્સે તેના પિતાને બિભત્સ શબ્દો ઉચ્ચારી ગડદાપાટુનો મારમાર્યો હતો. આ બનાવે ચકચાર જગાવી છે.આ અંગે તેમણે ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.આથી પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ડીસા તાલુકાના આસેડા ગામે રહેતા મહેન્દ્રભાઇ ભેમાભાઇ વાઘેલા (ઉ.વ.50) તેમની પત્ની શારદાબેન અને પુત્રવધુ હેતલબેન સાથે ઘરે હતા.

ત્યારે તેમનો પુત્ર વિપુલ મજુરીથી ઘરે આવી મારે દારૂ પીવા જવું છે. તેમ કહી નાણાં માંગ્યા હતા. જે આપવાની ના પાડતાં વિપુલ ઉશ્કેરાઇ ગયો હતો. અને બિભત્સ શબ્દો ઉચ્ચારી મહેન્દ્રભાઇને ગડદાપાટુનો માર માર્યો હતો. તેમજ જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આ અંગે મહેન્દ્રભાઇએ તેમના પુત્ર વિરૂધ્ધ ડીસા રૂરલ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ગૂનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો