તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઝબ્બે:દિયોદર બાંધકામ વિભાગનો SO 42 હજારની લાંચ લેતાં રંગેહાથ ઝડપાયો

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રોડ કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવા નાણાં માંગ્યા હતા
  • ડીસા રહેતો હોવાથી કોન્ટ્રાકટરને પૈસા આપવા ડીસા બોલાવ્યો અને પાટણ એસીબીએ દબોચી લીધો

ડીસા પાટણ હાઇવે પર દિયોદર બાંધકામ વિભાગનો એસ.ઓ. 42 હજારની લાંચ લેતાં પાટણ એસીબી હાથે ઝડપાયો હતો. એસઓએ દિયોદરના રોડ કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવા નાણાં માંગ્યા હતા, ભ્રષ્ટ એસઓ ડીસા રહેતો હોવાથી કોન્ટ્રાકટરને પૈસા આપવા ડીસા બોલાવ્યો હતો અને પાટણ એસીબીએ પૈસા લેતા દબોચી લીધો હતો. ફરીયાદી કોન્ટ્રાકટરને માર્ગ અને મકાન વિભાગ સ્ટેટમાં રોડ રસ્તાનું તથા રોડની સાઇડોનું માટી કામ તથા ઝાડીઓનું કામ કરવાનો વાર્ષિક કોન્ટ્રાક્ટ છે.

જેમાં દિયોદર સબ ડિવિઝનમાં ગામડાઓના રસ્તાઓનું એજન્સી દ્વારા કામ કરાયું હતું જોકે તેના બિલ મંજૂર કરેલા હોઇ તેના ટકાવારી પેટે રાહુલકુમાર બાબુભાઈ પટેલ, (વર્ગ-૩ અ.મ.ઇ,માર્ગ અને મકાન વિભાગ, દિયોદર, જી.બનાસકાંઠા)એ રૂ.42 હજારની લાંચની માંગણી કરી હતી.

જોકે તેની વાતચિતનું રેકોર્ડીંગ કોન્ટ્રાક્ટરે કરી દીધું હતું અને તેણે પાટણ એસીબીમાં ફરિયાદ કરતા પાટણ એસીબી પી આઈ એચ.એસ.આચાર્યએ છટકું ગોઠવ્યું હતું. જેમાં ડીસામાં રાહુલ પટેલ કાર લઈને કોન્ટ્રાક્ટરને મળવા આવતા જ તેણે પૈસા સ્વીકાર્યા બાદ એસીબીએ તરત ઝડપી પાડ્યો હતો. પાટણ એસીબીએ આરોપીને ઝડપ્યા બાદ પાલનપુર એસીબીએ રાહુલ પટેલના ઘર પર છાપા માર્યો હતો. જેની વિગતો પ્રાપ્ત થઈ શકી ન હતી.

અન્ય સમાચારો પણ છે...