તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરોનો હાથફેરો:પાલનપુરમાં નાસિક લગ્નમાં ગયેલા પરિવારના ઘરે તસ્કરો ત્રાટક્યા, સોનાના દાગીના સહિત 10.30 લાખની ચોરી

પાલનપુર14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પાલનપુર શુકનગ્રીન સોસાયટીનો બનાવ
 • પાલનપુર પશ્ચિમ પોલીસે વધુ તપાસ હાથ ધરી

પાલનપુરમાં એક બંધ મકાનના માંથી સોના-ચાંદીના રોકડ સહિત 10.30 લાખ રૂપિયાના માલમત્તાની ચોરી થઇ હોવાની ઘટના સામે આવી છે. પાલનપુર શુકનગ્રીન સોસાયટી ખાતે રહેતા અખિલેશ કૈલાશચંદ્ર અગ્રવાલ મેડિકલનો વ્યવસાય કરે છે. તેમની મામાની દીકરીના લગ્ન હોવાથી તેઓ સહ પરિવાર મહારાષ્ટ્રના નાસિક ખાતે ગયા હતા તે દરમિયાન તેમના બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું અને રાત્રીના સમયે અજાણ્યા તસ્કરો તેમના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી ઘરમાં પ્રવેશ્યા હતા અને તિજોરીમાં પડેલાં સોના-ચાંદીના દાગીના તેમજ રોકડ સહિત કુલ 10.30 લાખ રૂપિયાના માલમત્તાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

વહેલી સવારે બાજુમાં રહેતા ડોક્ટર પરિવારે જાણ કરતાં જ મકાનમાલિક લગ્ન પ્રસંગમાંથી તાબડતોબ પાછા આવ્યા હતા અને તપાસ કરતા ઘરમાં ચોરી થઇ હોવાનું માલુમ પડ્યું હતું. જે અંગે મકાનમાલિકે ફરિયાદ નોંધાવતા પાલનપુર પશ્ચિમ પોલીસે અજાણ્યા તસ્કરો સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે એક તરફ ચૂંટણીનો માહોલ હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ન પડે તે માટે પોલીસ વધુ એલર્ટ રહેતી હોય છે પરંતુ આવા સમયે જિલ્લાના મુખ્યમથક પાલનપુર માં લાખ્ખો રૂપિયાની ચોરી થતા પોલીસની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો