તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્કૂલની દાદાગીરીથી વિદ્યાર્થીઓનું વર્ષ બગડ્યું:પાલનપુરની શક્તિ વિદ્યાલયના કોરોનામાં 5500 રૂપિયા ફી ન ભરી શકતાં છ વિદ્યાર્થીનું ધોરણ 10 નું પરિણામ ન આવ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુર જીઆઇડીસી વિસ્તારમાં શક્તિ વિદ્યાલયની તસવીર - Divya Bhaskar
પાલનપુર જીઆઇડીસી વિસ્તારમાં શક્તિ વિદ્યાલયની તસવીર
  • 6 છાત્રોએ ફી ન ભરતાં શાળાએ બોર્ડમાં ફોર્મ જમા જ ન કરાવ્યા

પાલનપુર જીઆઇડીસી વિસ્તારમાં આવેલી શાળામાં ધોરણ 10 માં અભ્યાસ કરતા છ વિદ્યાર્થીઓ કોરોનાની મહામારીના કારણે શાળા તેમજ બોર્ડની ફી ન ભરી શકતા શાળા દ્વારા તે વિદ્યાર્થીઓના બોર્ડના ફોર્મ ન ભરતા વિદ્યાર્થીઓનું પરિણામ ન આવતા 6 વિદ્યાર્થીઓની એક વર્ષની મહેનત પાણીમાં ગઇ હતી. જેથી વિદ્યાર્થીઓએ શાળા સામે આક્રોસ વ્યક્ત કર્યો હતો.

પાલનપુર જીઆઇડીસી વિસ્તારમાં શક્તિ વિદ્યાલય આવેલી છે.જેમાં ધોરણ-1 થી 10 ચાલે છે. ગત વર્ષે શક્તિ વિદ્યાલયમાં ધોરણ 10માં કુલ-41 વિદ્યાર્થીઓ હતા.જેમાંથી 6 વિદ્યાર્થીઓના વાલીઓ કોરોનાની મહામારીના કારણે બાળકોની ફી ભરી શક્યા ન હતા. જેથી શાળા દ્વારા તેવા વિદ્યાર્થીઓના ફોર્મ ભરી ઉચ્ચકક્ષાએ મોકલવામાં આવ્યા ન હતા.જેથી ફી ન ભરવાના કારણે ફોર્મ ન ભરાતા તેવા વિદ્યાર્થીઓનું પરિણામ ન આવતા તેમની એક વર્ષની મહેનત કરેલી માથે પડી હતી.જેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા શાળા સામે આક્રોસ વ્યક્ત કર્યો હતો.

અવારનવાર નોટિસ આપી હતીઃ પ્રિન્સિપાલ
આ અંગે પ્રિન્સીપાલ સી. એલ. નાઇએ જણાવ્યું હતુ કે, ધોરણ દસમાં 41 વિદ્યાર્થીઓ હતા.જેમાંથી 6 વિદ્યાર્થીઓના વાલીઓએ શાળાની તેમજ બોર્ડની ફી ભરી ન હતી.જેની અવાર-નવાર નોટીસો આપી જાણ પણ કરવામાં આવી હતી.પરંતુ બોર્ડની ફી સમય મર્યાદામાં ન ભરતા તેમના ફોર્મ ભરાયા ન હતા.જેથી તેમનું પરિણામ આવ્યુ નથી.

મહામારીમાં શાળા દ્વારા ફી મંગાવાઈ
‘શક્તિ વિદ્યાલય દ્વારા અમારી પાસે રૂ.5500 ફી માગવામાં આવી હતી. પરંતુ કોરોનાની મહામારીના કારણે અમે શાળાની ફી ભરી શકીએ તેવી સ્થિતી ન હતી.અમે શાળામાં જઇ ફોર્મ પણ ભરી સહી કરી હતી પરંતુ અમે શાળાની ફી ન ભરી શકતા અમારા ફોર્મ બોર્ડમાં મોકલવામાં ન આવતા અમારૂ ભાવિ સાથે શાળા દ્વારા ચેડા કરવામાં આવ્યા છે. અમે પોલીસ તેમજ શિક્ષણ ખાતામાં રજૂઆત કરીશું. - સાગર (વિદ્યાર્થી)

રજૂઆત મળશે તો તપાસ કરીશું
‘આ પ્રકારની હજુ સુધી કોઇ ફરિયાદ અમારી પાસે આવી નથી રજૂઆત અમારી પાસે આવશે તો આ બાબતે તટસ્થ તપાસ કરવામાં આવશે.’- નૈનેશભાઇ દવે (જિલ્લા શિક્ષણ વિભાગ)

અન્ય સમાચારો પણ છે...