હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી આંતર કોલેજ ક્રોસકન્ટ્રી દોડમાં હંમેશા ડીસા કોલેજના ખેલાડીઓનો દબદબો રહેલો છે. કોલેજના ત્રણસોથી વધારે ખેલાડીઓ નેશનલ કક્ષાએ ભારતના જુદાજુદા રાજ્યોમાં ભાગ લઈને અને ચેમ્પિયન થઈને રમત ગમત ક્ષેત્રે ડીસા કોલેજનું નામ ગુંજતું કર્યું છે. તાજેતરમાં પી.જી ભવન પાટણ ખાતે આંતર કોલેજ ક્રોસકન્ટ્રી દોડ યોજાઈ હતી. જેમાં ડીસા કોલેજના ભાઈઓ અને બહેનોની ટીમ ચેમ્પિયન બની હતી. જેમાંથી છ ખેલાડીઓ આગામી 9 માર્ચે કર્ણાટકના મેગ્લોર ખાતે યોજાનાર નેશનલ ટુર્નામેન્ટમાં રમવા જશે.
આ દોડ 10 કિલોમીટરની હોય છે. જેમાં ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન અનેક કોલેજોએ ભાગ લીધો. આ દોડમાં ડીસા કોલેજના ભાઈઓ સોલંકી કંચન, સોલંકી મહેશ, દેલાસણીયા મેહુલ, પરમાર વિરમ, માળી નીતા, ઠાકોર ભારતી, ઠાકોર પાયલ અને સોલંકી જેમીએ ભાગ લીધો.
ટુર્નામેન્ટમાં ભાગ લીધો એટલુંજ નઈ પણ આ ખેલાડીઓએ સખત પ્રેક્ટિસ કરીને ટુર્નામેન્ટમાં ઉચ્ચકક્ષાનું પરફોર્મન્સ આપીને સમગ્ર યુનિવર્સિટીમાં ડીસા કોલેજનું નામ રોશન કરીને યુનિવર્સિટી ચેમ્પિયન થયેલ છે.
સોલંકી કંચન, સોલંકી મહેશ, દેલાસણીયા મેહુલ, માળી નીતા, ઠાકોર ભરતી, તથા ઠાકોર પાયલ એમ આ છ ખેલાડીઓ આગામી 9 માર્ચે કર્ણાટકના મેગ્લોર ખાતે યોજાનાર નેશનલ ટુર્નામેન્ટમાં રમવા જશે. આ સ્પર્ધામાં ચેમ્પિયન થયેલ ખેલાડી ભાઈઓ અને બહેનો તથા તેમના કોચ પ્રોફેસર ડૉ. આર ડી ચૌધરી તથા મેનેજર ઠાકોર અજમલને સંસ્થા પરિવારે ખુબ ખુબ અભિનંદન પાઠવેલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.