તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દુ:ખદ:અમીરગઢના મહાદેવીયા ગામમાં વીજ કરંટ લાગતા છ ભેંસોના મોત, પશુપાલક પર આભ તૂટી પડ્યું

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પશુપાલક ભેંસો લઇને ખેતરમાં ચરાવવા ગયા ત્યારે આ બનાવ બન્યો

બનાસકાંઠા જિલ્લાના મહાદેવીયા ગામના એક ખેતમાં ઘાસ ચારો ચરતી ભેંસોને વીજ કરંટ લાગતા 6 ભેંસોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે. ભેંસોના મોત નિપજતાં પશુપાલક પર આભ તૂટી પડ્યું છે.

વરસાદની ઋતુંમાં વરસાદ પાછો ખેચાઇ રહેતા અમીરગઢની સુખી ધરા પરના પાણીના તળો ઊંડા જતા પીવાના પાણીની ચિંતા લોકોમાં પ્રસરી છે. જ્યારે પશુપાલકોની આવી સમસ્યામાં પોતાના પશુઓની ચિંતા સતાવી રહી છે. જેથી હાલથી જ પશુઓને ચરાવવા માટે પશુપાલકો ખેતરોના શેઢાઓ અને ખુલ્લી જમીનમાં ચારવતા હોય છે.

અમીરગઢ તાલુકાના મહાદેવીયામાં એક પશુપાલક પોતાના પશુને લઈ ચરાવવા માટે ખેતરમાં ગયા હતા તે દરમિયાન અચાનક ખેતરમાંથી પસાર થતા વીજવાયરમાં કોઈ ફોલ્ટ સર્જાતા અગમ્ય કારણોસર ભેસોને વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે જ છ ભેંસોના મોત નીપજ્યા હતા. એક જ પશુપાલકની છ ભેસો જે તેના જીવનની પુંજી હતી તેનું મોત તેની નજર સામેજ થતાં પશુપાલક ઉપર આભ તુટી પડ્યું છે.

અન્ય સમાચારો પણ છે...