તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ભાઇની દીકરીની ઢુંઢ લઇને જલોત્રા જતી બહેન-ભાણીનું મોત,4 ને ઈજા

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
 • જલોત્રા નજીક કાર ચાલકે બાઇકને ટક્કર મારતાં બેના મોત નીપજ્યા
 • અન્ય ત્રણ બાળકો અને પતિને ઇજા થતાં સારવાર અર્થે ખસેડાયા

ડીસા તાલુકાના આસેડા ગામેથી પિયર જલોત્રામાં ભાઇની આઠ માસની દીકરી માટે રવિવારે ઢુંઢ લઇને બાઇક ઉપર આવી રહેલી બહેન - બનેવી અને ત્રણ ભાણી એક ભાણાને જલોત્રા નજીક કાર ચાલકે ટક્કર મારી હતી. જેમાં બહેન અને દસ વર્ષની ભાણીનું ઘટનાસ્થળે મોત નિપજ્યું હતુ. જલોત્રા ગામે રહેતા કનુભાઇ પુનમાભાઇ ભરથરીની નાની બહેન ભારતી પતિ અને બાળકો સાથે હોળીના દિવસે કનુભાઇની આઠ માસની દીકરીની ઢુંઢમાં બાઇક નં જીજે. 08. કયુ. 8783 ઉપર જલોત્રા આવી રહ્યા હતા.

ત્યારે પેટ્રોલપંપ નજીક પાલનપુર તરફથી આવતી કાર નં. જીજે. 08.બી.એચ. 0152ના ચાલકે ટક્કર મારતાં ભારતીબેન અને તેમની દીકરી નેતલબેન (ઉ.વ.10)નું મોત નિપજ્યું હતુ. જ્યારે કાંતિભાઇ અને ત્રણ બાળકોને ઇજાઓ થતાં 108 દ્વારા પાલનપુર સિવિલમાં ખસેડાયા હતા.

વડગામના પેપોળ નજીક બાઇકને કાર ચાલકે ટક્કર મારતાં પિતા -પુત્રનું મોત
વડગામ| વડગામ તાલુકાના પેપોળ-મેમદપુર વચ્ચે સોમવારે સાંજે બાઇક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં પિતા-પુત્રનું મોત થયું હતુ. મૂળ સિધ્ધપુરના રહીશ અને પેપોળમાં દવાખાનું ધરાવતા ધીરૂભાઇ મોદી અને તેમનો પુત્ર જિગ્નેશ મોદી ધુળેટીની સાંજે પેપોળ ગામે મરણ પ્રસંગમાં જઇ બાઇક નં. જીજે. 08. એ. એફ. 8962 ઉપર વડગામ આવી રહ્યા હતા.

ત્યારે સામેથી આવી રહેલી કાર નં. જીજે. 01. કે. ડબલ્યું. 9902ના ચાલકે બાઇક ને ધડાકાભેર ટક્કર મારતાં બાઇક પર સવાર પિતા પુત્ર બાઇક સાથે હવામાં ફંગોળાઈને રોડથી દસ થી બાર ફુટ ખેતરમાં ફેંકાઇ ગયા હતા. જેમને ગંભીર ઇજાઓ થતાં પિતા પુત્ર નું ઘટના સ્થળે જ મોત નિપજયું હતું. આ અંગે અંકિતકુમાર ધીરજલાલ મોદીએ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો