તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર ચોવીસી ગોળ ઠાકોર સમાજ દ્વારા સમાજમાં ઘર કરી ગયેલા જુના રૂઢી રિવાજો, અંધશ્રધ્ધાઓ દૂર કરવા માટે કેટલાક મહત્વના નિર્ણયો કરવામાં આવ્યા છે. જેમાં મોતના પ્રસંગમાં ખોટા ખર્ચા ન થાય તે માટે કફન અને બેસણાની પ્રથા કાયમી માટે નાબુદ કરવામાં આવી છે. લોકાચારમાં માત્ર કઢી અને ખીચડી બનાવવાની તેમજ જો ઝલો કરવો હોય તો પહેલા સમાજને નક્કી કરેલું દાન આપવાનું રહેશે. આ ઉપરાંત લગ્ન પ્રસંગે ડી.જે.વગાડવું હોય તો પણ સમાજને દાન આપવું પડશે તેવા નિયમો બનાવવામાં આવ્યા છે.
બનાસકાંઠા જિલ્લાનો ઠાકોર સમાજ જુના રૂઢિગત રીત-રિવાજોને તિલાંજલિ આપી શિક્ષણ તરફ આગળ ધપી રહ્યો છે. ત્યારે પાલનપુર ચોવિસી ગોળના ઠાકોર સમાજ દ્વારા પણ ખોટા સામાજીક ખર્ચાઓ બંધ કરી સમાજને આગળ લાવવાના પ્રયત્નો હાથ ધરાયા છે. આ અંગે સમાજના પ્રમુખ મોતીજી ભગવાનજી ઠાકોર (વાસણ)એ જણાવ્યું હતું કે, મોતના પ્રસંગમાં કફન પ્રથા સદંતર બંધ કરવામાં આવી છે. ધર્માદા પેટે ડાઘુઓ પાસેથી સ્વેચ્છાએ 10 રૂપિયા લેવામાં આવશે. સુવાળામાં મહિલાઓ જ જશે.
પુરૂષોએ જવાનું નથી. બેસણા પ્રથા સદંતર બંધ કરી સવામણ જુવાર ચબુતરે નાંખવી તેમજ લોકાચારામાં માત્ર કઢી-ખીચડી જ કરવાની રહેશે. જો ઝલો કરવો હોય તો સમાજને રૂપિયા 1100 દાન પેટે આપવાના રહેશે.કોઇ શખ્સ વ્યસન કરી પરિવારને હેરાન કરે, અવસરમાં આવે તો તેની પાસેથી રૂપિયા 5000નો દંડ વસુલ કરવામાં આવશે અને તે સમાજનો ગુનેગાર ગણાશે.
લગ્નમાં ડી.જે.વગાડવા 2100નું દાન આપવું પડશે
લગ્ન પ્રસંગમાં ડી.જે. વગાડવા માટે વર અને કન્યા પક્ષે સમાજને પહેલા રૂપિયા 2100નું દાન આપવું પડશે. જાનમાં ડી.જે. લઇ જવાશે નહી. ઓઢમણાં-વાસણ પ્રથા બંધ કરી રોકડમાં વ્યવહાર કરવાનો રહેશે.
દાનની રકમ શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે
સમાજના નિયમોનું પાલન ન કરનારા વ્યકિતઓ પાસેથી જે પણ દાન આવશે તે રકમ સમાજના બાળકોના શિક્ષણ પાછળ ખર્ચ કરવામાં આવશે.
પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.