તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
પાલનપુર-અમદાવાદ હાઇવે પર જગાણા પાસે આવેલી 35 વર્ષથી બિન ઉપયોગી ખાદી ગ્રામોદ્યોગ સંઘની 16 હજાર ચો.મી.જમીનને કલેક્ટરે ખાલસા કરી દીધી છે. નિયમ મુજબ વપરાશ ન થતાં સરકારે શ્રી સરકાર કરી.
ખાદી ગ્રામોદ્યોગ સંઘએ થોડા સમય અગાઉ નવી શરતમાથી જુની શરતમાટે માંગ કરી હતી જેની સુનાવણી દરમિયાન કલેક્ટરે માંગ ઠુકરાવી જમીન પાછી લઈ લીધી હતી દરમિયાન પાલનપુર સર્કલ કચેરીના સ્ટાફએ જમીન પર બનેલા ગોડાઉનને સીલ મારી દીધું હતું.
જિલ્લા કલેકટર આનંદ પટેલે પાલનપુર-અમદાવાદ હાઇવે પર જગાણા ગામ નજીક રોડ ટચ 16186 ચોરસ મીટર જમીનને શ્રી સરકાર કરી દીધી છે. પાલનપુરના જિલ્લા ખાદી ગ્રામોદ્યોગ સંઘને 36 વર્ષ પહેલા 3 જુલાઈ 1984ના દિવસે સરકારે વણાટ પરિવારને પગભર બનાવવા માટે અને ખાદી ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે જમીન આપી હતી.
પરંતુ ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘ એ માત્ર સો ચોરસ મીટર નું ગોડાઉન બનાવી વણાટ ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારોને સુતર કાંતવા આપવા માટેની કામગીરી કરતા હતા. અને બાકીની ખુલ્લી જગ્યાનો કોઈપણ પ્રકારનો ઉપયોગ કર્યો ન હતો ઉપરાંત ખાદી ગ્રામ ઉદ્યોગ સંઘે 6 મહિના અગાઉ નવી શરતમાથી જુની શરતમાં ફેરવવા માટે જીલ્લા કલેક્ટરમાં દરખાસ્ત કરી હતી. જેની સુનાવણી દરમિયાન કલેક્ટરે દરખાસ્ત નામંજુર કરી ગોડાઉન સહિતની તમામ 16,186.80 ચો.મી. જમીન ખાલસા કરી દીધી હતી. જે બાદ સંઘ પાસેથી કબજો પાછો મેળવવા સર્કલ મામલતદાર દ્વારા કાર્યવાહી હાથ ધરાઈ હતી અને સ્ટાફે ગોડાઉનને સીલ કરી કલેકટરે જમીન શ્રી સરકાર કરી હોવાનો હુકમ ચોંટાડી દીધો હતો.
પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.