CCTVમાં ટોળકી કેદ:પાલનપુર હાઇવે વિસ્તારની સોસા.માં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

પાલનપુર ડીસા હાઈવે પર આવેલી તિરૂપતિ ભાગ- 1 સોસાયટીમાં રાત્રિના સમયે ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી. જે સોસાયટીના સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કેદ થઇ હતી. આ અંગે પોલીસને જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પાલનપુર શહેરમાં તિરૂપતિ ભાગ - 1માં રાત્રીના સયમે ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકી હતી. જે સોસાયટીમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. આ ફૂટેજમાં ચાર જેટલા શખ્સો સોસાયટીમાં અંદર આવી ચોરી કરવાનો પ્રયાસ કરતી જોવા મળી રહી છે. અવાજ ના થાય તે માટે પોતાના બુટ ચંપલ હાથમાં રાખ્યા હોવાનું પણ જણાઇ રહ્યુ છે. દરમિયાન આ અંગે પોલીસને જાણ કરવામાં આવતાં સોસાયટીની મુલાકાત લીધી હતી.

પશ્વિમ પોલીસ મથકના પીઆઇ એસ. એ. ડાભીએ જણાવ્યું કે,પાલનપુર હાઇવે વિસ્તારમાં આવેલી સોસાયટીમાં તસ્કરો આવ્યા હોવાની માહિતી મળી હતી.જેથી તે વિસ્તારની મુલાકાત લઇ પેટ્રોલિંગ વધારવામ આવ્યું છે. જોકે, હમણાં અંબાજી ખાતે બંદોબસ્ત હોવાથી પોલીસ ત્યાં છે. સીસીટીવીના ફૂટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...