તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:થરાદના રાહમાં દબાણમાં ઉભું કરાયેલું શોપિંગ સેન્ટર અડધું તોડાતા તર્કવિતર્ક

પાલનપુર20 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સરપંચ અને સદ્દસ્યોએ દબાણ કરી શોપિંગ સેન્ટર બનાવ્યું હતું

થરાદના રાહ ગામમાં પંચાયતના સરપંચ, સદ્દસ્યો અને તેમના મળતીયાઓ દ્વારા ગ્રામ પંચાયતની જમીનમાં દબાણમાં શોપિંગ સેન્ટર ઉભું કરાયું હતું. જેમાં તાલુકા વિકાસ અધિકારીએ તપાસ કરતાં દબાણદારોએ જાતે જ શોપિંગ તોડવાની કામગીરી હાથ ધરી હતી. જેમાં અડધું શોપિંગ સેન્ટર તોડતાં ગ્રામજનોમાં અનેક તર્કવિતર્ક ઉઠવા પામ્યા છે. થરાદ તાલુકાના રાહ ગ્રામ પંચાયતના સરપંચ, સદસ્યોના પરિવારજનો અને તેમના મળતીયાઓ દ્વારા શિવમંદિરની બાજુમાં ગામતળમાં દબાણ કરી શોપિંગ સેન્ટર ઉભું કરાયું છે. જેમાં 13 જેટલી દુકાનો બનાવવામાં આવી હતી.

જેને લઇ રાહ ગ્રામજનોએ થરાદ તાલુકા વિકાસ અધિકારી, મામલતદાર તથા નાયબ કલેકટરની કચેરીમાં આવેદનપત્ર આપી તટસ્થ તપાસ કરી કસૂરવારો સામે કડક કાર્યવાહી કરવાની માંગણી કરવામાં આવી હતી. જેને પગલે થરાદ ટીડીઓ વિજયભાઇ ચૌધરી અને ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં દબાણ ખુલ્લું કરવા નોટિસ અપાઇ હતી. આથી દબાણદારો દ્વારા જ દબાણ ખૂલ્લું કરવા જેસીબી મશીન દ્વારા શોપિંગ તોડવાની કામગીરી હાથ ધરાઇ હતી. પરંતુ 13 દુકાનો પૈકી સાત દુકાનો તોડાઇ હતી. જ્યારે બાકીની દુકાનો યથાવત રાખતાં ગ્રામજનોમાં અનેક તર્કવિતર્ક ઉઠવા પામ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો