આત્મનિર્ભર ગ્રામ યાત્રા:બનાસકાંઠામાં આવતીકાલથી જિલ્લા પંચાયતની 66 સીટો ઉપર આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે

પાલનપુર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર ખાતેથી શિક્ષણ રાજ્ય મંત્રી કિર્તીસિંહ વાઘેલા આત્મનિર્ભર ગ્રામ યાત્રાનો પ્રારંભ કરાવશે

આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે સમગ્ર રાજ્યમાં તા. 18થી 20 નવેમ્બર દરમ્યાન આઝાદી કા અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણી અંતર્ગત બનાસકાંઠા જિલ્લામાં જિલ્લા પંચાયતની 66 સીટો પર આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે. આ ઉપરાંત તા. 18 નવેમ્બરના રોજ સવારે-8.00 કલાકે પાલનપુર નગરપાલિકાના ટાઉનહોલ ખાતે જિલ્લાકક્ષાનો મુખ્ય કાર્યક્રમ યોજાશે.

પાલનપુર ખાતેથી શિક્ષણ રાજય મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલા આત્મનિર્ભર ગ્રામ રથ યાત્રાનો પ્રારંભ કરાવશે. જેમાં ગ્રામ વિકાસ વિભાગ સાથે 11 જુદા જુદા વિભાગોને સાંકળીને વિવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમૂર્હત તેમજ આ વિભાગના લાભાર્થીઓને સતત ત્રણ દિવસ સુધી યોજનાકીય લાભોનું વિતરણ કરવામાં આવશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં તા. 18થી 20 નવેમ્બર દરમ્યાન સમગ્ર રાજયમાં આત્મનિર્ભર ગ્રામ યાત્રા યોજાશે. બનાસકાંઠા જિલ્લામાં આ યાત્રા જિલ્લા પંચાયતની સીટો પ્રમાણે પરિભ્રમણ કરી લોકોને સરકારની યોજનાઓથી માહિતગાર કરશે. આત્મનિર્ભર ગ્રામ યાત્રા દરમ્યાન ગ્રામજનો, શિક્ષકો, આંગણવાડી કાર્યકર, આશા બહેનો, સખી મંડળ, યુવક મંડળ, નિગરાની સમિતિ, પાણી સમિતિ દ્વારા સ્વચ્છતા અંગે જન જાગૃતિ રેલી યોજાશે. શાળાઓ, પંચાયત ઘર, આંગણવાડી, પોસ્ટ ઓફિસ, બેંક, દૂધ મંડળી, પશુ દવાખાના, સબ સેન્ટર, વેલનેસ સેન્ટર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોની સફાઇ કરાશે.

આ ઉપરાંત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા લાભાર્થીઓને સહાય વિતરણ, માર્ગ અને મકાન વિભાગ દ્વારા રસ્તાઓના કામોનું ખાતમૂર્હત, સિંચાઇ દ્વારા ડીસીલ્ટીંગ અને કટીંગના કામોનું ખાતમૂર્હત, પશુપાલન દ્વારા દૂધ ઘર અને ગોડાઉનના કામોનું ખાતમૂર્હત, પાણી પુરવઠા અને વાસ્મો દ્વારા નલ સે જલ યોજના હેઠળ આંતરીક પીવાના પાણીની માળખાકીય સુવિધાના કામોનું લોકાર્પણ/ ખાતમૂર્હત, ખેતીવાડી ખાતાના લાભાર્થીઓને સહાય, મનરેગા યોજનાના કામોનું લોકાર્પણ અને ખાતમૂર્હત, પ્રધાનમંત્રી આવાસ યોજનાનું લોકાર્પણ અને ખાતમૂર્હત તથા આ યોજનાના લાભાર્થીઓને ચાવી એનાયત કરવામાં આવશે. કુંવરબાઇનું મામેરૂ યોજનાના લાભાર્થીઓને ચેક અને મંજુરીના હુકમો પણ આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...