ગૌરવ:પાલનપુરના વેડંચા ગામની વરસાદી પાણીના સંગ્રહ માટે ‘મોડેલ વિલેજ’ તરીકે પસંદગી, વિવિધ સંસ્થાઓએ સરવે કરી એક્શન પ્લાન બનાવ્યો

ગઢ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • યુનિસેફ સંસ્થા જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રાઇમો સંસ્થાએ ગામનું સર્વે કરીને એક્સન પ્લાન બનાવ્યો

રાજ્ય સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ બનાસકાંઠાના પાલનપુરના વેડંચા ગામની પાયલોટ પ્રોજેકટ હેઠળ કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા મોડેલ વિલેઝ તરીકે પસંદગી કરવામાં આવતા યુનિસેફ સંસ્થા,જિલ્લા વિકાસ ગ્રામ એજન્સી તેમજ પ્રાઇમો સંસ્થાની ટીમે ઝીણવટ પૂર્વકનો અભ્યાસ કરીને જગ્યા ઉપર જઈને સર્વે કરીને લોકેશનનું મેપીંગ કરીને એક્સન પ્લાન બનાવવામાં આવ્યો હતો. શનિવારે ગ્રામ પંચાયત બોડીએ ગ્રામસભામાં ગ્રામજનોની મંજૂરી લઈને ઠરાવ કરીને ગ્રામજનોને કામગીરી માટે સંમત કરીને મોડેલ વિલેઝ બનાવવા માટે સર્વસંમત કરાયા હતા.

પાલનપુર તાલુકાનું વેડંચા ગામ પાંચ હજારની વસ્તી ધરાવતું ગામ છે.જે ગામના સરપંચ અશોકભાઈ ફોસી ખૂબ જ ઉત્સાહી છે.જેઓ છેલ્લા પાંચ વર્ષથી પીવાના પાણી માટેની સુંદર વ્યવસ્થા ઉભી કરી છે. ચોમાસામાં વહી જતું વરસાદી પાણીને સંગ્રહ કરીને ગામમાં પાણીનું સ્તર વધ્યું છે. 60 બોરવેલ રિચાર્જ કર્યા છે.ગ્રામ પંચાયતના સભ્યો અને ગામના આગેવાનોને સાથે રાખીને ઉત્સાહી સરપંચ અશોકભાઈ ફોસીએ ગામમાં સુંદર વ્યવસ્થાઓ ઉભી કરી છે.

ગુજરાતભરમાંથી કેટલીય સંસ્થાઓ સહિત અન્ય લોકો ચોમાસામાં વહી જતા વરસાદી પાણીના સંગ્રહનો પ્લાન જોવા માટે આ ગામની મુલાકાત લઈ ચુક્યા છે.જ્યાં વેડંચા ગામની મોડેલ વિલેજ ગામ તરીકે પસંદગી કરાતાં ગ્રામજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ અંગે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના ટેક્નિકલ એક્સપર્ટ સેનિટેશન એન્ડ હાઇજિન કન્સલ્ટન્ટ દિનેશભાઈ રાતડાએ જણાવ્યું હતું કે કમિશનર કચેરી ગાંધીનગર દ્વારા કોઈ ગામ કે જે ગામે સારી કામગીરી કરી હોય એવા ગામ માટે તાલુકા પંચાયતે અમોને વેડંચાનું નામ સૂચવેલ જેનો સર્વે કરીને અમોએ કમિશનર કચેરી ગાંધીનગર મોકલતાં તેનું પ્રેઝન્ટેશન જોઈ આ ગામની મોડેલ વિલેજ ગામ તરીકે પસંદગી કરાઈ છે.

જ્યાં યુનિસેફ સંસ્થા,જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અને પ્રાઇમો સંસ્થાની ટિમ હાલમાં ગામમાં ઘરે ઘરે ફરીને ઘન કચરાનો નિકાલ કઈ રીતે કરવો, ઘરમાંથી નીકળતા ગંદા પાણીનો સર્વે કરાયો, ઘરે ઘરેથી ઘન કચરાના નિકાલ માટેનો સર્વે કરાયો, ગટરનું પાણી ટ્રીટમેન્ટ કરીને કઈ રીતે ખેતીલાયક બનાવાય, બે પાંચ ટકા લોકોને ત્યાં કે જ્યાં ગટર નથી તેવી જગ્યાએ શોકપિટ બનાવી ગંદા પાણીને રિચાર્જ કરી કિચન ગાર્ડન કે ખેતીમાં પાણી વાપરી શકાય તેનું સર્વે તેમજ બોરવેલના પાણીના સેમ્પલ લઈ ઝીણવટ પૂર્વકની કામગીરી કરીને તેનો એક્શન પ્લાન બનાવી ગાંધીનગર કમિશનર કચેરીએ મોકલી આપવામાં આવશે તેવું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...