તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
બનાસકાંઠા જિલ્લામાં બહુચર્ચિત પત્ની હત્યા કેસમાં હજુ સુધી હત્યામાં મદદ કરનારા આરોપીઓ નહીં ઝડપાતાં મૃતક મહિલાના પરિવારજનોએ તાત્કાલિક આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું છે. ગત થોડા દિવસો અગાઉ પોતાના પતિએ જ પત્નીનો જાણી જોઇને અક્સમાત કરાવ્યો હતો.
એક કરોડની વિમા પોલિસી પાસ કરાવવા પત્નીની હત્યા માટે કાવતરું
થોડાં દિવસો અગાઉ ભિલડી ગામ નજીક લલિત માળી નામના વ્યક્તિએ પોતાની પત્નીના નામે રહેલી એક કરોડની વિમા પોલિસી પાસ કરાવવા પત્નીની હત્યા માટે કાવતરું ઘડી માર્ગ અકસ્માતમાં ઉડાવી હત્યા કરી નાખી હતી. જે કેસમાં આરોપી પતિની તો ધરપકડ કરાઈ છે, પરંતુ અન્ય આરોપીઓ કે જેઓ આ હત્યાના પ્લાનમાં સામેલ હતા તેમને હજુ સુધી પકડવામાં આવ્યા નથી. ત્યારે મૃતક યુવતીના પરિવારજનોએ આજે જિલ્લા કલેકટર તેમજ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી તમામ આરોપીઓને સત્વરે પકડવા રજુઆત કરી હતી. આ ઉપરાંત આરોપીઓ જો સોમવાર સુધી નહીં પકડાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પરિવારજનોએ આપી હતી.
મૃતક મહિલાના મામાનું નિવેદન
મૃતક મહિલાના મામાએ જણાવ્યું હતું કે, બંને પતિ પત્ની દર્શન કરવા ગેળા હનુમાનજીના મંદિરે જતા હતા તે સમયે પાછળથી ગાડીએ ટક્કર મારી હતી. અમને શંકા હતી અને ભીલડી પોલીસે તટસ્થ તાપસ કરતા મારી ભાણીની હત્યા હોવાનું સામે આવ્યું હતું. જેમાં એના પતિએ જ સમગ્ર કાવતરું ઘડ્યું હોવાનું સામે આવ્યું હતું. તેનો પતિ તો જેલમાં છે પણ બીજી ગાડીથી ટક્કર મારનાર વક્તિને સત્વરે પોલીસ ઝડપી પાડે અને બજા જે લોકોએ આ કાવતરામાં ભાગ ભજવેલો હોય એ વક્તિને પણ સજા થાય તે માટે આજે માન્ય શ્રી કલેકટર સાહેબ તેમજ બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા SP સાહેબને આવેદનપત્ર આપ્યું છે.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.