આગાહી:કમોસમી વરસાદની આગાહી, ખેડૂતોને સાવચેત રહેવા અપીલ

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ઉ.ગુ.માં 48 કલાક સુધી વાદળછાયું વાતાવરણ રહેશે
  • મહેસાણા​​​​​​​ અને અરવલ્લીમાં કમોસમી વરસાદ થવાની આગાહી બનાસકાંઠા-પાટણ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા નહીવત

સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સાથે અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતાં બુધવારે ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. જેના કારણે મહેસાણા અને અરવલ્લી જિલ્લામાં છૂટોછવાયો હળવો કમોસમી વરસાદ થવાની શકયતા છે.

જોકે, સાબરકાંઠા, બનાસકાંઠા અને પાટણ જિલ્લાનું વાતાવરણ સામાન્ય રહે તેવી આગાહી હોવાથી ખેડૂતોને રાહત થઈ છે. 48 કલાક સુધી વાદળછાયુ વાતાવરણની સંભાવના છે. બુધવારે ડીસાનું તાપમાન મહત્તમ 1.8 સેલ્સિયસ ઘટીને 30.3 અને લઘુત્તમ તાપમાન 2.1 સેલ્સિયસ વધી 15.5 નોંધાયું હતું.

અનાજ વરસાદથી પલડી ન જાય તેની તકેદારી રાખવી
ડીઝાસ્ટર મામલતદાર દ્વારા અપીલ કરાઈ છે કે, ગાંધીનગર સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન દ્વારા આગામી 21 નવેમ્બર દરમિયાન છુટા છવાયા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે જીલ્લાના ખેડૂતો ઉપરાંત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિઓમાં ખુલ્લામાં રાખવામાં આવેલું અનાજ, બોરીઓ વરસાદથી પલડી ન જાય તેની તકેદારી રાખવી જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...