તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ પ્રદર્શન:પાલનપુરમાં ખાનગી એજન્સી દ્વારા ICDS ભરતીમાં ગેરરીતિ મુદ્દે NSUI નો હંગામો

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આવેદનપત્ર ન સ્વીકારતા NSUI ના કાર્યકરોએ રામધૂન બોલાવી

આઇસીડીએસ વિભાગની ભરતીમાં ગેરરીતિ આચરતા એનએસયુઆઇ દ્વારા વિરોધ નોંધાવ્યો હતો.જેનો સોમવારે નાયબ જિલ્લા વિકાસ અધિકારી આવેદનપત્ર ન સ્વીકારતા એનએસયુઆઇના કાર્યકરોએ ઓફિસ બહાર રામધૂન બોલાવી હતી.

જિલ્લા પંચાયતની ICDS શાખામાં સ્ટેસ્ટિકલ આસિસ્ટન્ટ અને જુનિયર કલાર્કની કુલ 23 આઉટસોસિંગ દ્વારા ભરતી પ્રક્રિયા રાજપુત સિક્યુરિટી સર્વિસ એજન્સી દ્વારા હાથ ધરવામાં આવી હતી. જેમાં NSUI ના કાર્યકરોએ આક્ષેપ કર્યા હતા કે,આ ભરતીમાં એજન્સી દ્વારા તેમના સગા સંબંધીઓની ભરતીમાં લઇ રહ્યા છે. તેને NSUI ના કાર્યકર્તાઓએ સોમવારે જિલ્લા નાયબ વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવવા ગયા ત્યારે નાયબ ડીડીઓ આવેદનપત્ર ન સ્વીકારતા NSUI ના કાર્યકર્તાઓ તેમની ઓફિસ બહાર જ નાયબ ડીડીઓa હાય-હાયના નારા સાથે રામધૂન બોલાવી હતી.

આ બાબતે NSUI ના પ્રમુખ નીતિન ડાકાએ આક્ષેપ સાથે જણાવ્યું કે, બનાસકાંઠા જિલ્લામાં ICDSની ભરતીમાં લાયક નથી તેવા ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. અને આ ભરતીમાં લાગવગ અને રાજકીય પીઠબળ ધરાવતા ઉમેદવારોની પસંદગી બંધ કરાઇ હોવાથી તેમજ આઇસીડીએસ વિભાગમાં ફરજ બજાવતા બે કર્મચારીઓ પોતાના મળતિયાઓને પસંદગી કરાઈ હોવાથી નાયબ વિકાસ અધિકારીને રજૂઆત કરવા આવતા આવેદનપત્ર ન સ્વીકારતા રામધૂન બોલાવી હતી.

અન્ય સમાચારો પણ છે...