તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવા શૈક્ષણિક વર્ષનો અભ્યાસ શરૂ:જિલ્લામાં આજથી શાળાઓ શિક્ષકો માટે ખુલશે વિદ્યાર્થીઓને ઓનલાઈન બ્રિજકોર્સ ભણાવાશે

પાલનપુર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ધો.10નું પરિણામ બન્યા પછી ધો. 11માં પ્રવેશ,બનાસકાંઠામાં 46784 બાળકો ધોરણ 1માં પ્રવેશ કરશે, સરકારી 2382 શાળા, ગ્રાન્ટેડ 18 અને નોન ગ્રાન્ટેડ 366 મળી કુલ 2766 શાળા

જિલ્લામાં 7 જૂનથી શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થઇ રહ્યો છે. જોકે, કોરોના ગાઇડ લાઇનના કારણે છાત્રોને શાળામાં લાવવાના ન હોઇ બાળકો વિના જ ધોરણ 1નો પ્રવેશોત્સવ યોજાશે. જ્યાં વાલી શાળામાં આવી બાળકના જન્મ તારીખનો આધાર પુરાવો રજુ કરી ફોર્મ ભરશે તેની સાથે જ તેમના બાળકને પ્રવેશ આપી દેવામાં આવશે. જે બાદ શૈક્ષણિક કાર્ય ઘરે બેઠા ઓનલાઇન જ કરાવવામાં આવશે.સરકારી 2382, 18 ગ્રાન્ટેડ અને 366 નોન ગ્રાન્ટેડ મળી કુલ 2766 શાળાઓમાં 46784 બાળકોને ધોરણ 1માં પ્રવેશ અપાશે.

વાલી પોતાના બાળકને નજીકની જે પ્રાથમિક શાળામાં પ્રવેશ અપાવવા માંગતા હોય ત્યાં રૂબરૂ જવાનુ રહેશે. સાથે પોતાના બાળકના જન્મનો પુરાવો રજૂ કરી પ્રવેશપત્ર ભરતાની સાથે બાળકને પ્રવેશ આપી દેવામાં અાવશે. વિદ્યાર્થીઓ વિના જ ઓનલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે. જોકે, સ્કૂલોમાં શિક્ષકોને 100 ટકા હાજર રહી ફરજ બજાવવી પડશે. શાળાનો સમય સવારે 7.00 થી 12.00નો રહેશે.

ધોરણ 11માં હાલ પ્રવેશ પ્રક્રિયા નહી
સરકાર દ્વારા ધોરણ 10ના પરિણામના માપદંડો જાહેર કર્યા પછી વિદ્યાર્થીઓને ધોરણ 11માં પ્રવેશ અપાશે. ધોરણ 2 થી 9, 10, અને 12માં પણ ઓન લાઇન શૈક્ષણિક કાર્ય કરવામાં આવશે. સૂત્રોએ જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવતા પુસ્તકો શાળાઓમાં પહોચાડવામાં આવ્યા છે. જ્યાંથી શિક્ષકો દ્વારા જે- તે છાત્રો સુધી પહોચાડવામાં આવશે.

ઓનલાઇન શિક્ષણનો નિર્ણય જ યોગ્ય છે
કોરોનાના બીજા તબક્કામાં પોઝિટિવ કેસ ધીમે ધીમે ઓછા થઇ રહ્યા છે. જોકે, ત્રીજા તબક્કામાં બાળકો સૌથી વધારે સંક્રમિત થવાના હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે સરકારે ધોરણ 1માં પ્રવેશોત્સવના કાર્યક્રમો ન યોજી માત્ર વાલીઓ પાસે ફોર્મ ભરાવી ઓન લાઇન શિક્ષણનો જે નિર્ણય કર્યો છે. તે બાળકોના હિતમાં યોગ્ય છે.> જગદીશભાઇ પટેલ (વાલી, પાલનપુર)

અન્ય સમાચારો પણ છે...