તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચોથા દિવસેય મેઘમહેર:ભાભરમાં સવા,સૂઇગામમાં એક ઇંચ વરસાદ, વડગામ- લાખણીમાં અડધો ઇંચ વરસાદ,અન્ય વિસ્તારોમાં હળવા ઝાપટાં વરસ્યા

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ભાભર શહેરમાં એક ઈંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા.જેને લઈ લોકો પરેશાન થઈ ઊઠ્યા હતા. - Divya Bhaskar
ભાભર શહેરમાં એક ઈંચ વરસાદ પડતા ઠેરઠેર પાણી ભરાયા હતા.જેને લઈ લોકો પરેશાન થઈ ઊઠ્યા હતા.
  • અમદાવાદ, પાટણ , સાબરકાંઠા ,ખેડા ,બનાસકાંઠા અને સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારે વરસાદની આગાહી

બનાસકાંઠા જિલ્લામાં બુધવારે સતત ચોથા દિવસે પણ મેઘમહેર થવા પામી હતી. જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન ભાભરમાં સવા ઇંચ, સૂઇગામમાં એક ઇંચ, વડગામ- લાખણીમાં અડધો ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા.બીજી બાજુ સિકલોનિક સિસ્ટરમના પગલે આગામી 3 કલાક ભારે વરસાદ ની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે.

વીજળી અને ભારે પવનો સાથે વરસાદ થશે.તેમજ 40 થી 50 કિમિ રફ્તારે ફૂંકાશે પવનો ફૂંકાય તેવી શક્યતા છે. બુધવારે સતત ચોથા દિવસે પણ વરસાદ પડ્યો હતો. આ અંગે ડિજાસ્ટર વિભાગના સૂત્રોએ જણાવ્યું હતુ કે, ભાભરમાં સવા ઇંચ, સૂઇગામ એક ઇંચ વરસાદ, વડગામ- લાખણીમાં અડધો ઇંચ વરસાદ જ્યારે અન્ય વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાં પડ્યા હતા.

24 કલાકનો વરસાદ
ડીસા :3 મીમી
થરાદ :3 મીમી
દાંતા :3 મીમી
દિયોદર :5 મીમી
ધાનેરા :14 મીમી
પાલનપુર :06 મીમી
ભાભર :33 મીમી
લાખણી :12 મીમી
વડગામ :18 મીમી
સૂઇગામ :21 મીમી

વિજાપુરમાં અને હિંમતનગરમાં એક ઈંચ વરસાદ
મહેસાણા :
મહેસાણા શહેર સહિત સમગ્ર જિલ્લામાં મંગળવાર સાંજે 6 થી બુધવારે સાંજે 6 દરમ્યાન 24 કલાકમાં હળવા થી મધ્યમ વરસાદી ઝાપટા સાથે વાતાવરણમાં સતત બીજા દિવસ ઠંડક પ્રસરી હતી.બુધવારે દિવસ દરમ્યાન સતલાસણામાં સૌથી વધુ એક ઇંચથી વધુ 30 મી.મી વરસાદ થયો હતો. જ્યારે બહુચરાજી, કડી, વડનગરમાં અડધો ઇ઼ચ તેમજ ઊંઝા,મહેસાણામાં બુધવારે વહેલી સવારે હળવો વરસાદ થયો હતો.

જોટાણામાં મોડી સાંજે વરસાદી ઝાપટા વરસ્યા હતા.જ્યારે ખેરાલુ અને સતલાસાણાને બાદ કરતાં 8 તાલુકામાં હળવાથી મધ્યમ સાવત્રિક વરસાદ થયો હતો. જ્યારે બુધવારે બપોરે સવા બારેક વાગ્યાના સુમારે હિંમતનગર શહેરમાં 20 જ મિનિટમાં 25 મી.મી. વરસાદ ખાબકી જતા ઠેર ઠેર ઘૂંટણ સમાણા પાણી ભરાયા હતા

અન્ય સમાચારો પણ છે...