તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખરીદી:વડગામના ગામડાઓમાં રાશનનો જથ્થો ખરીદતી સતલાસણાની ફેરિયા ટોળકી

પાલનપુર2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ફેરિયાઓ રાશનના બદલામાં પ્લાસ્ટિક વાસણ આપે છે

વડગામ તાલુકા સહિત અન્ય તાલુકામાં છેલ્લા ઘણા સમયથી સતલાસણા બાજુની કેટલીક ટોળકી સક્રિય થઇ છે. જે ગામડામાં જઇ લોકો પાસેથી રાશનમાં મળેલા ઘઉં, ચોખાનો જથ્થો ખરીદી રહી છે અને એમની સામે પ્લાસ્ટિક તેમજ સ્ટીલના વાસણ આપવામાં આવે છે.

સતલાસણામાંથી વાહનો લઇને આવેલા ફેરીયાઓ વડગામના ગામડે-ગામડે ફરી રાશનના બદલામાં પ્લાસ્ટિક તેમજ સ્ટીલ વાસણો આપે છે. આમ વડગામના ગામડાઓમાંથી રાશનનો જથ્થો સતલાસણા તાલુકાના વિસ્તારમાં આવેલા ગોડાઉન તથા ફ્લોરમિલો પર વહેંચવામાં આવે છે. આ રાશનનો જથ્થો મીલો દ્વારા લોટ, ખાણ અને ખોરાકમાં લઇ ચીજવસ્તુ બનાવી ઊંચા ભાવે વેચી રહ્યા છે. આ બાબતે આવેલા એક ફેરિયાને પુછપરછ કરતા તેઓએ અહીંથી ખરીદી કરેલ ઘઉં, ચોખા સતલાસણામાં વેચતા હોવાનું જણાવ્યું હતું.’

કાર્યવાહી કરવામાં આવશે :મામલતદાર
આ અંગે વડગામ મામલતદાર ડી.એમ.પરમારે જણાવ્યું હતું કે ‘અમને આ બાબતે જાણવા મળ્યું છે પરંતુ આવી કોઈ વસ્તુ અમારી ધ્યાન પર આવી નથી પરંતુ આ ખોટું છે આવું થતું હશે તો એમના પર નિયમોઅનુસાર કાર્યવાહી કરાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો