તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સરકારની સૂચના:સરસ્વતી નદીના ઉદગમસ્થાન કોટેશ્વરમાં ‘ગંગા આરતી’ની જેમ ‘સરસ્વતી આરતી’ થશે, આર્કિટેક્ટ સોમપુરા વિનામૂલ્યે કોટેશ્વર ધામની ડિઝાઈન કરી આપશે

પાલનપુર, અંબાજી3 મહિનો પહેલા
  • કૉપી લિંક
કોટેશ્વર મહાદેવ મંદિરની તસવીર - Divya Bhaskar
કોટેશ્વર મહાદેવ મંદિરની તસવીર

અંબાજી નજીકના સરસ્વતી નદીના ઉદ્દગમ સ્થાન કોટેશ્વરમાં હરિદ્વારની પવિત્ર ગંગા આરતીની જેમ જ સરસ્વતી આરતી કરાશે ઉપરાંત અયોધ્યામાં રામમંદિરના આર્કિટેક્ટ સી.બી.સોમપુરાની ટીમ કોટેશ્વરધામની ડિઝાઇન વિકસાવવા આગામી દિવસોમાં આવશે. કોટેશ્વર મંદિરની ફરતે ડુંગરાઓને હરિયાળા બનાવવા સૂચનાઓ અપાઇ છે.

ગૌમુખ કુંડની તસવીર
ગૌમુખ કુંડની તસવીર

વિવિધ સુવિધાઓ વિકસાવવામાં આવશે
આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 15 એપ્રિલે કોટેશ્વર મહાદેવ મંદિર, પરિસર, ગૌમુખ, વાલ્મીકિ આશ્રમ, ગૌશાળા તથા ખેતીની જમીનનો કબજો લેવાયો હતો. કોટેશ્વર મહાદેવ મંદિર તથા સંલગ્ન જગ્યાઓમાં યાત્રિકો માટેની પાયાની સુવિધાઓ, પાર્કિંગ, મંદિર તથા આશ્રમ સુધી જવાનો રસ્તો, સ્ટ્રીટ લાઈટ, પીવાના પાણીની સગવડ, શૌચાલય વગેરે સુવિધાઓ ઊભી કરવાનું આયોજન દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે. જેનું પ્રાથમિક આયોજન મુજબ હયાત કોટેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં મંદિરોનું રિનોવેશન તથા જૂના બિનજરૂરી સ્ટ્રક્ચરો કાઢી નાંખી મંદિર પરિસર જગ્યા મોટી કરીને પીવાનું પાણી, બાગ બગીચા, વિસામો વગેરેની સુવિધા વિકસાવવા જણાવ્યું છે.

કોટેશ્વર મહાદેવ મંદિર પરિસરની તસવીર
કોટેશ્વર મહાદેવ મંદિર પરિસરની તસવીર

મંદિરનો રિનોવેશન હાથ ધરવામાં આવશે
આ ઉપરાંત ગૌમુખની જગ્યાએ ગૌમુખ તથા પાણીના કુંડનું રિનોવેશન તથા વધારાનો એક કુંડ બનાવવો, ધર્મશાળાનું જર્જરીત માળખુ કાઢી નાંખી સરસ્વતી નદીના ઉદગમ સ્થાનનું ધાર્મિક મહત્વ દર્શાવતી થીમ ઉપર સરસ્વતી માતાજીની મૂર્તિ તથા અન્ય ડેવલપમેન્ટ કરવું, આશ્રમવાળી જગ્યા પર હયાત મંદિરો તથા સ્ટ્રક્ચરોનું રીનોવેશન, આયુર્વેદિક પુસ્તકોની લાયબ્રેરી, પીવાના પાણીની તથા શૌચાલયની સગવડ, યાત્રિક વિસામો, પાર્કિંગ સુવિધા. ગૌશાળામાં ગૌશાળાનું ડેવલપમેન્ટ, ગાયોના ઘાસચારા માટે સંગ્રહસ્થાન, પીવાના પાણીની વ્યવસ્થા. ખેતીની જમીનમાં આયુર્વેદિક ઉદ્યાન બનાવવું તથા પાણીની સગવડ, જમીન ફરતે કમ્પાઉન્ડ વોલ બનાવવાના કામો હાથ ધરવાનું આયોજન છે.

સી.બી. સોમપુરાએ વિનામૂલ્યે આર્કિટેક્ટ બનવા સંમતિ આપી
સરસ્વતી નદીના ઉદ્દગમસ્થાનને દેશ- વિદેશમાં મંદિર સ્થાપત્યના વિશેષજ્ઞ અને રામમંદિરના આર્કિટેક તરીકે પ્રખ્યાત આર્કિટેક્ટ સી.બી.સોમપુરા, અમદાવાદ સાથે કલેકટર આનંદ પટેલે ટેલીફોનીક વાતચીત કરતાં સી.બી. સોમપુરાએ કોટેશ્વર ધામના વિકાસ માટે જરૂરી આર્કિટેક્ટ તરીકેની સેવાઓ વિનામૂલ્યે આપવા માટે સંમતિ આપી છે. તેમની ટીમ દ્વારા ટુંક સમયમાં કોટેશ્વર ખાતે સર્વે કરીને માસ્ટર પ્લાનીંગ તથા અંદાજો તૈયાર કરી આપવામાં આવશે. વહીવટદાર સુધેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે “આવનારા સમયમાં ગંગા આરતીની જેમ જ કોટેશ્વર ખાતે સરસ્વતી આરતીનું આયોજન થાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.”