સાવચેતી:ગામડાઓને કોરોના મુક્ત બનાવવા બનાસકાંઠા જિલ્લામાં સેનેટાઇઝેશનનું કામ પૂર જોશમાં

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બનાસ ડેરીના સહયોગથી થરાદ તાલુકામાં ટ્રેક્ટર મારફતે સેનેટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરાઇ

કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોનાનું સંક્રમણ વધ્યું છે. ત્યારે ગામડાઓને કોરોના મુક્ત બનાવવા માટે રાજ્ય સરકારે શરૂ કરેલા અભિયાનમાં સેવાભાવી સંસ્થાઓ પણ જોડાઇ છે. બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ ડેરીના સહયોગથી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સેનેટાઇઝેશનની પ્રક્રિયા પૂર જોશમાં ચાલી રહી છે.

તમામ ઘરોને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ

જેમાં થરાદ તાલુકાના વિવિધ ગામડાઓમાં ટ્રેક્ટર મારફત સેનેટાઇઝેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. ગામની દૂધ ડેરી, બેંક, જાહેર સ્થળો સહિત લોકોની વધુ અવર-જવર હોય તેવા વિસ્તારોમાં પ્રથમ સેનેટાઇઝેશન કરવામાં આવી રહ્યું છે. જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હોય અને કન્ટેઇનમેન્ટ એરીયા જાહેર કરવામાં આવ્યા હોય તે તમામ વિસ્તારોમાં તથા ગામના તમામ ઘરોને સેનેટાઇઝ કરવાની પ્રક્રિયા હાથ ધરાઇ છે. ગામના સરપંચઓ અને ગ્રામજનો પણ કામગીરીમાં ખુબ સારો સહકાર આપી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...