તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

52 જવાનોને કોરોના:નાગાલેન્ડથી થરાદ આવેલા વધુ 32 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, વેરિએન્ટ જાણવા સેમ્પલ ગાંધીનગર મોકલાયા

પાલનપુર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 20 જવાનો સંક્રમિત થયા બાદ વધુ 32 જવાનો પોઝિટિવ આવ્યાં
  • સંક્રમિત જવાનોને થરાદની મોડેલ સ્કૂલમાં કોરોન્ટાઇન કરાયા

બનાસકાંઠા જિલ્લામાં આજે બીએસએફના જવાનો કોરોના સંક્રમિતનો આંક વધ્યો છે. ગઈકાલે એક સાથે 20 જવાનો કોરોના સંક્રમિત થયા બાદ આજે વધુ 32 જવાનોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા કુલ 52 જવાનો કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

નાગાલેન્ડથી જવાનોની એક ટુકડી બનાસકાંઠામાં આવી
બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરજ બજાવવા માટે આવેલ 52 જેટલા બીએસએફના જવાનો કોરોના સંક્રમિત થયા છે. નાગાલેન્ડથી જવાનોની એક ટુકડી બનાસકાંઠાના સુઇગામ ખાતે આવી છે. સરકારી ગાઈડલાઈન અને બીએસએફના પ્રોટોકોલ મુજબ અન્ય રાજ્યમાંથી આવેલા તમામ જવાનોની આરોગ્ય ચકાસણી કરાઈ હતી. જેમાં કેટલાક જવાનોને શંકાસ્પદ લક્ષણો જણાતા આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લઈ તપાસ અર્થે મોકલી આપ્યા હતા.

કુલ 433 જવાનોના સેમ્પલ લેવાયા હતા
સેમ્પલની ચકાસણી કરતાં 20 જેટલા જવાનોનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને ત્યારબાદ કુલ 433 જવાનોના સેમ્પલ લેવાયા હતા. તેમાંથી વધુ 32 કોરોના પોઝિટિવ આવતા કુલ આંક 52 થયો છે. અસરગ્રસ્ત જવાનોને કયા વેરિએન્ટનો કોરોના થયો છે તે જાણવા માટે સેમ્પલ ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. જેનુ 15 દિવસ બાદ તેનું રિઝલ્ટ આવશે.

અન્ય સમાચારો પણ છે...