તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:વડગામ ભાજપ પ્રમુખને પદભ્રષ્ટ ન કરાય ત્યાં સુધી સમાજના પદાધિકારી ભાજપના મંચ પર નહીં જાય

છાપી18 દિવસ પહેલા
  • કૉપી લિંક
સમાજના તમામ ગોળ-ઝલાના આગેવાનોની રવિવારે બેઠક મળી હતી. - Divya Bhaskar
સમાજના તમામ ગોળ-ઝલાના આગેવાનોની રવિવારે બેઠક મળી હતી.
  • ચૌધરી સમાજ વિરુદ્ધ ભાજપ પ્રમુખની ટિપ્પણીનો મામલો,ભાજપના કાર્યક્રમોનો વિરોધ કરવા નિર્ણય

વડગામ તાલુકાના આંજણા સમાજ વિરુદ્ધ કથિત ઉચારેલા અસભ્ય શબ્દોને લઈ આંજણા સમાજની મહા પંચાયત રવિવારે મગરવાડા ખાતે આવેલ સમાજની વાડીમાં મળી હતી. જેમાં વડગામ ભાજપ પ્રમુખ વિરુદ્ધ રોષ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ભાજપ દ્વારા આગામી સમયમાં યોજાનાર કાર્યક્રમોનો બહિષ્કાર કરવા સાથે સમાજના ભાજપ આગેવાનોને કાર્યક્રમોમાં હિસ્સો ન લેવા નિર્ણય લેવામાં આવ્યો હતો.

વડગામ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણસિંહ રાણા દ્વારા બે માસ પૂર્વે ચૌધરી સમાજ વિરુદ્ધ કથિત ટિપ્પણી અંગેનો ઓડિયો કલીપ વાયરલ થતાં સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને ભાજપ પ્રમુખને પદ ઉપરથી હટાવવા ઉગ્ર માંગ કરવામાં આવી હતી. જોકે પ્રદેશ ભાજપ દ્વારા કોઇપણ પ્રકારનો નિર્ણય ન લેતા વડગામ આંજણા ચૌધરી સમાજમાં ઉગ્ર પડઘા પડતા રવિવારે સમાજના તમામ ગોળ-ઝલાના પદાધિકારીઓની બેઠક મળી હતી.

જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો કે વિવાદાસ્પદ ટિપ્પણી કરનાર ભાજપ પ્રમુખને પદ ઉપરથી હટાવવામાં નહિ આવે ત્યાં સુધી સમાજ દ્વારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યક્રમોનો વિરોધ કરવામાં આવશે અને સમાજના કોઇપણ આગેવાનને મંચ ઉપર જવા દેવામાં આવશે નહિ.

જો જશે તો સમાજદ્રોહ ગણી તેનો બહિષ્કાર કરવામાં આવશે. દરમિયાન આગામી 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં પણ ભાજપનો વિરોધ કરવાનો સર્વાનુમતે નિર્ણય લેવામાં આવ્યો હતો. દરમિયાન વડગામ ભાજપ પ્રમુખ વિરુદ્ધ ચૌધરી સમાજ લાલઘૂમ બની ભાજપ વિરૂદ્ધ નિર્ણય કરાતાં વડગામ ભાજપ માટે આવનાર સમય મુશ્કેલી સર્જી શકે તેમ સૂત્રો દ્વારા જાણવા મળે છે

અન્ય સમાચારો પણ છે...