નિધન:બ્રહ્મલીન ચુંદડીવાળા માતાજીને આજે સવારે 8.15 કલાકે શ્રેષ્ઠ નક્ષત્રમાં સમાધિ અપાશે

પાલનપુર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • માતાજીના ભક્તોને મોબાઈલથી ઓનલાઇન દર્શન કરાવ્યા

અંબાજી નજીક અરવલ્લીની ગીરીમાળાઓમાં ગબ્બર નજીક આશ્રમ નિવાસી અને રહસ્યમય જિંદગી જીવતા ચૂંદડીવાળા માતાજી નું 92 વર્ષની ઉંમરે વતન માણસાના ચરાડા ગામે મંગળવારે મધરાત્રે બ્રહ્મલીન થયા હતા.ભક્તોને દર્શન માટે તેઓને તેમના આશ્રમ લાવતાં ભક્તો ઊમટ્યા હતા.બીજી બાજુ  ચુંદડીવાળા માતાજીને સમાધિ આશ્રમમાં કઇ જગ્યાએ આપવી તે બાબતને લઈ 2 દિવસથી ચર્ચા વિચારણા ચાલી રહી હતી.
પોલીસે 200 મીટર દૂર ગેટની બહાર શ્રદ્ધાળુઓના વાહનો પાર્ક કરાવ્યા હતા
જેમાં અંબાજી આશ્રમ સ્થિત તેમની સેવામાં જોડાયેલા તેમના ભત્રીજા મેહુલ જાની, મુખ્ય સેવક જશુભાઈ સહિતના સભ્યો સતત આયોજન સંદર્ભે ગાંધીનગર સ્થિત પંડિતજી સાથે વિચાર વિમર્શ કરી જગ્યા નક્કી કરી હતી. જે મુજબ ગબ્બર નજીક આવેલા તેમના આશ્રમમાં જ સવારે 8 15 કલાકે શ્રેષ્ઠ નક્ષત્રમાં સમાધિ આપવામાં આવશે.કોરોનાના કહેર વચ્ચે માતાજીએ દેહત્યાગ કરતા અવઢવમાં મુકાઇ ગયેલા ભક્તો મંદિરના સેવકોને ફોન કરીને વીડિયો કોલિંગના માધ્યમથી દર્શન કર્યા હતા. પોલીસે 200 મીટર દૂર ગેટની બહાર શ્રદ્ધાળુઓના વાહનો પાર્ક કરાવ્યા હતા. અંબાજીથી 10 ટકા પરંતુ 90 ટકા શ્રદ્ધાળુઓ અમદાવાદ, ગાંધીનગર, સુરેન્દ્રનગર, ગોધરા, બરોડા, લુણાવાડાથી કાર લઈ આવી ગયા હતા. તો વળી કેટલાક સેવકો બાઈક લઈને આવી બાદમાં સેવા કાર્યમાં જોડાઈ ગયા હતા.દડીવાળા માતાજીના દર્શનાર્થે  ગુજરાતના અલગ અલગ શહેરોમાંથી કાર લઈનજોવા આવી રહ્યા છે. 

અન્ય સમાચારો પણ છે...