તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેજી:અષાઢી બીજે પાલનપુરમાં 85 ફોર વ્હીલર, 150 ટુ વ્હીલરનું વેચાણ

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સોના- ચાંદી બજાર અને રિયલ એસ્ટેટમાં પણ વેચાણ થયું,વેપારીઓમાં આનંદ

બનાસકાંઠા જિલ્લામાં આજે અષાઢી બીજે વિવિધ ક્ષેત્રોમાં વેપાર ખરીદી થઇ હતી. જ્યાં પાલનપુરમાં ઓટો મોબાઈલમાં ફોર વ્હીલર અને ટુ વ્હીલરના શો રૂમમાં વાહનોનું મોટી સંખ્યામાં વેચાણ થયું હતુ. જોકે, સોના- ચાંદી અને રિયલ એસ્ટેટમાં મર્યાદિત વેચાણ થયું હતુ. ટેલિવિઝન ફ્રીજ ઘરઘંટી જેવા ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોમાં પણ સામાન્ય દિવસો કરતાં 30 ટકાથી વધુની ખરીદી થઇ હતી. કોરોના કાળ પછી પહેલી વખત આ ક્ષેત્રોમાં ખરીદી ઊઘડતા બજારમાં હવે તેજીનો પવન ફૂંકાય તેવા સંકેતો મળી રહ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યા છે.

પાલનપુરમાં એક વર્ષના કોરોના કાળ પછી હવે બજાર ધમધમતું થયું છે. જ્યાં અષાઢી બીજના આ સપરમા દિવસે વિવિધ ક્ષેત્રોમાં ખરીદી વધતા હવે બજારમાં તેજી આવે એવા સંકેતો મળી રહ્યા છે. ખાસ કરીને ઓટો મોબાઈલ ક્ષેત્રે સારી એવી ઘરાકી જોવા મળી હતી આ અંગે હીરો શો રૂમના રાજેશભાઈ જણાવ્યું કે, શોરૂમમાં 13 તારીખ સુધીનો ટાર્ગેટ હતો. જેમાં 40 બાઈકોનું વેચાણ થયું છે. ટીવીએસ શો રૂમના જાકીરભાઇ બલોચે જણાવ્યું હતુ કે, શો રૂમમાં 30 ટુવ્હિલરનું વેચાણ થયું છે.

જ્યારે બજાજ શો રૂમના કોમેટભાઇ પટેલે જણાવ્યું કે, જિલ્લામાં આવેલા 15 જેટલા શો રૂમમાં 70 ઉપરાંત ટુ વ્હિલરનું વેચાણ થયું છે. વિક્રેતાઓએ જણાવ્યું કે, શહેરના અન્ય ટુવ્હિલર શો રૂમ મળી 150 બાઇક, સ્કુટી, એકટિવા સહિતના વાહનો આજે અષાઢીબીજના દિવસે ડિલિવરી આપવામાં આવી છે. જેના ઉપર કેસ બોનસ, સ્ક્રેચ કાર્ડ, ઓછુ ડાઉન પેમેન્ટ જેવી વિવિધ સ્કિમો જાહેર કરવામાં આવી હતી. જ્યારે શહેરના ગજાનંદ મોર્ટસ શો રૂમના સૂત્રોએ જણાવ્યું કે, પાલનપુરમાં અષાઢીબીજે 85 ઉપરાંત ફોર વ્હિલર વાહનોનું વેચાણ થશે. આ વાહનો ઉપર કંપની દ્વારા જ જુદી જુદી સ્કિમો ઓફર કરવામાં આવી છે.

ટીવી, ફ્રીજ, ઘરઘંટીના વેચાણમાં 30 ટકાનો ગ્રોથ
પાલનપુર શહેરમાં કોરોના પછી એક માસથી બજાર ધમધમતું થયું છે. ત્યારે હવે બજારમાં તેજી જોવા મળી રહી છે.જ્યાં અષાઢી બીજના દિવસે લોકોએ ઇલેકટ્રોનિકસ ચિજવસ્તુઓ ટીવી,ફ્રીજ,ઘરઘંટી માટે બુકિંગ નોંધાવ્યા છે. સામાન્ય દિવસ કરતા 30 ટકાથી વધુનું વેચાણ થયું છે. નવીનભાઇ પટેલ (વેપારી)

અન્ય સમાચારો પણ છે...