ભાસ્કર વિશેષ:મંદિરમાં સગીરાના લગ્નની વિધિ શરૂ થવાની હતી અને 181 અભયમે પહોંચી બાળલગ્ન અટકાવ્યા

પાલનપુર5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માતા પિતાનું નિધન થતાં સગીરા મામાને ઘરે રહેતી હતી

વડગામ તાલુકાના એક મંદિરમાં સગીરાના લગ્નની વિધિ શરૂ થવાની તૈયારી હતી. ત્યારે જ 181 અભયમ ની ટીમ ત્યાં પહોંચી હતી. અને સગીરાને ચોરીના ચાર ફેરા ફેરવવામાં આવે તે પહેલા બાળ લગ્ન અટકાવવામાં આવ્યા હતા.

વડગામ તાલુકાના એક ગામમાં રહેતી સગીરાના 181 અભયમ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમે બાળ લગ્ન અટકાવ્યા હતા. આ અંગે 181 અભયમ ના કાઉન્સિલર કોમલબેન પ્રણામી એ જણાવ્યું કે, ૧૭ વર્ષીય સગીરાના માતા-પિતા નાનપણમાં મૃત્યુ પામ્યા હતા. આથી તેના મોસાળમાં મામા ના ઘરે રહી ઉછરી રહી છે. જોકે તેની નાની ઉંમર હોવા છતાં તેના મામાએ લગ્ન કરવાનું નક્કી કરી દીધું હતું. મુર્હત જોવડાવી એક મંદિરમાં લગ્નનો દિવસ નક્કી કરી ચોરીના ચાર ફેરા ફેરવવા માટે ત્યાં લઇ ગયા હતા. આ અંગેનો કોલ મળતા મહિલા પોલીસ મમતાબેન તેમજ બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી મનીષભાઈ જોષીની ટીમ સાથે ત્યાં પહોંચ્યા હતા. અને સગીરાના બાળ લગ્ન થતાં અટકાવ્યા હતા.

બાળ લગ્ન અધિનિયમોની સમજ આપી
મંદિરમાં સગીરાના લગ્નની વિધિ ચાલુ હતી ત્યારે જ પહોંચેલી 181 અભિયમ અને બાળ લગ્ન પ્રતિબંધક અધિકારીની ટીમે લગ્ન અટકાવી બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 ના નિયમોની સમજ અને તેની પાછળ જોગવાઈ કરેલી સજા અંગે સગીરાના મામા તેમજ ત્યાં ઉપસ્થિત વ્યક્તિઓને માહિતી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...