ક્રાઈમ:ડુચકવાડાની સગીરાનું અપહરણ કરી અંબાજીમાં ગોંધી રાખી દુષ્કર્મ

પાલનપુર2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

દિયોદર તાલુકાના ડુચકવાડાની સગીરાનું અપહરણ કરી અંબાજી લઈ જઈ સગીરા પર એક શખ્સે દુષ્કર્મ ગુજારતા પોલીસ મથકે મહિલા સહિત ચાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ડુચકવાડાની સગીરાને લલચાવી  ફોસલાવીને ગાડીમાં અપહરણ કરી તેને અંબાજી નજીક અવાવરૂ જગ્યાએ બંધક બનાવી ત્રણ દિવસ સુધી ગોંધી રાખી હતી. જ્યા તેની સાથે  કમલેશભાઈ પટેલે દુષ્કર્મ ગુજારતા અપહરણ કરનાર નીરૂબેન ભરતભાઇ મોદી(રહે ડુચકવાડા),ભરતભાઈ જીવાભાઈ મોદી(રહે.વાતમ નવા),કમલેશભાઈ જીવરાજભાઈ પટેલ(રહે.રામપુરા) અને રાકેશભાઇ પટેલ વિરુદ્ધ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...