આર્થિક મદદ:વિકલાંગ વ્યકિતઓને આજીવિકા માટે વિનામૂલ્યે કેબિન આપવાનો સેવા યજ્ઞ

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડીસાના સેવન સ્ટાર ગૃપ દ્વારા ગલ્લા આપી માલ- સામાન ભરાવી અપાયો

કોરોના પછી મધ્યમ અને ગરીબ વર્ગની આર્થિક સંકડામણ વધી જવા પામી છે. આવી સ્થિતિમાં વિકલાંગ યુવકો પોતાના પગ ઉપર ઉભા થઇ પરિવારને આર્થિક મદદરૂપ બની શકે તેવા આશયથી ડીસાની સેવન સ્ટાર સંસ્થા દ્વારા વિનામૂલ્યે કેબિન ભેટ આપી તેમાં માલ- સામાન ભરાવી આપવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં મોટા ઉધોગ વેપાર નથી. પશુપાલન અને હિરા ઉધોગને બાદ કરતાં લોકો મહેનત- મજુરી કરી ગુજરાન ચલાવી રહ્યા છે. ત્યારે કોરોના પછી મધ્યમ અને ગરીબ વર્ગની આર્થિક હાલત કફોડી બની જવા પામી હતી. આવી સ્થિતિમાં વિકલાંગ યુવકો પોતાનાપોતાના પગ ઉપર ઉભા થઇ પરિવારને આર્થિક મદદરૂપ બની શકે તેવા આશયથી ડીસાની સેવન સ્ટાર સંસ્થા દ્વારા વિનામૂલ્યે કેબિન ભેટ આપી તેમાં માલ- સામાન ભરાવી આપવાનો સેવાયજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે સંસ્થાના સૂત્રોએ જણાવ્યું કે, અમારા ફાઉન્ડેશનને લોકો દ્વારા રોકડ રકમનું દાન કરવામાં આવે છે. જેના થકી અમો વિવિધ સમાજ સેવાના કાર્યો કરીએ છીએ. જેમાં ડીસામાં પાંચથી વધુ વિકલાંગ યુવકોને ગલ્લો લાવી આપી તેમાં બિસ્કીટ, વેફર, ચોકલેટ સહિતનો સર - સામાન ભરી આપ્યો છે. જેના થકી આવા યુવકો પરિવારને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...