તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:પાલનપુર તાલુકા પંચાયતના વિકાસની ગ્રાન્ટમાંથી 50 લાખ રૂપિયા કોરોના દર્દીઓની સારવાર હેઠળ વપરાશે

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલનપુર તાલુકાના પંચાયતે આરોગ્ય લક્ષી સાધનો વધારવા બેઠક યોજી

બનાસકાંઠા જિલ્લામાં કોરોના કહેર વર્તાવી રહ્યો છે. ત્યારે જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ કેસોમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જેના પગલે કોરોનાના દર્દીઓને મદદરૂપ થવા પાલનપુર તાલુકા પંચાયતની નાણાંપંચની વિકાસની ગ્રાન્ટમાંથી અને 50 લાખ રૂપિયા ગામડાઓના કોરોનાના દર્દીઓ માટે આરોગ્ય લક્ષી સાધનો તેમજ ઓક્સિજનની સગવડ પાછળ ઉપયોગમાં લેવા માટે બેઠક યોજાઇ હતી.

વિકાસની ગ્રાન્ટ દર્દીઓ પાછળ વાપરવા માટેની મંજુરી મેળવવામાં આવશે

જેમાં સર્વાનું મતે 50 લાખ રૂપિયા કોરોનાના દર્દી પાછળ વાપરવા માટે સરકારમાંથી મંજુરી મેળવવા માટે તમામ સભ્યોએ સહમત દર્શાવી હતી. જેથી આગામી સમયમાં પાલનપુર તાલુકા પંચાયત દ્વારા વિકાસની ગ્રાન્ટમાંથી રૂપિયા 50 લાખ કોરોનાના દર્દીઓ પાછળ વાપરવા માટેની મંજુરી મેળવવામાં આવશે. આ બેઠકમાં પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ડાક, કારોબારી ચેરમેન સંજયભાઇ ચૌધરી, ટીડીઓ સહીતના સભ્યો અને કર્મચારીઓ હાજર રહ્યાં હતા.

પાલનપુર કોંગ્રેસના ધારાસભ્ય મહેશભાઈ પટેલ જણાવ્યું હતું કે હાલ કોરોનાની બીજી લહેરમાં તાલુકા, જિલ્લા, રાજ્ય અને સમગ્ર દેશમાં લોકોને ખુબજ મુશ્કેલી વેઠવવી પડે છે. આવનાર સમયમાં આવી મુશ્કેલી ન પડે તે માટે પાલનપુર તાલુકામાં PHC, CHC સેન્ટરોમાં સુવિધામાં વધારો થાય, લોકોને શહેર સુધી જવું ના પડે તથા આવનાર સમયમાં તાલુકાના નાગરીકોને મુશ્કેલી ના પડે તેના માટે આજે ખાસ પાલનપુર તાલુકા પંચાયતની મિટિંગ બોલાવી હતી.

પાલનપુર તાલુકા પંચાયત પ્રમુખ સંગીતાબેન ડાકે જણાવ્યું હતું કે આજરોજ પાલનપુર તાલુકા પંચાયતમાં સામાન્ય સભાની મીટીંગ બોલાવવામાં આવી હતી. તાલુકા પંચાયતમાંથી નાણાપંચની ગ્રાન્ટ આવે છે. અને ધારાસભ્યની ગ્રાન્ટમાંથી રૂપિયા 50 લાખની ગ્રાન્ટ અમે ફાળવવા માગીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...