તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:અમીરગઢ બોર્ડર પરથી સફેદ કટ્ટાની આડમાં લઇ જવાતો રૂ. 15.69 લાખનો દારૂ ઝડપાયો

પાલનપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે દારૂ સહિત ટ્રક મળી કુલ 25.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો

બનાસકાંઠા જિલ્લાની અમીરગઢ બોર્ડર પર અવાર નવાર દારૂ ઝડપાતો હોય છે છતાં બેફામ બનેલા બુટલેગરો કોઇને કોઇ નવા કીમિયા કરી ગુજરાતમાં દારૂ ઘુસેડવાના પ્રયાસો કરતા હોય છે, પરંતુ બનાસકાંઠા જિલ્લા પોલીસની સતર્કતાના લીધે બુટલેગરોના કીમિયા નિષ્ફળ નિવડતા હોય છે. આજે ગુજરાતના ઈશાન સરહદે આવેલી અમીરગઢ પોલીસ દ્વારા રાજસ્થાન તરફથી ગુજરાતમાં એક ટ્રક દ્વારા લવાતો દારૂ ઝડપી પાડ્યો છે. ટ્રકમાં સફેદ કટ્ટાની આડમાં લઈ જાવાતો રૂ. 15.69નો દારૂ અમીરગઢ પોલીસે ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમીરગઢ ચેકપોસ્ટ ઉપર વાહન ચેકિંગ દરમિયાન રાજસ્થાન તરફથી એક શંકાસ્પદ ટ્રક જણાતા તેને સાઈડમાં થોભાવી ચેકિંગ કરતા સફેદ કટ્ટાની નીચે દારૂ સંતાડેલો મળી આવ્યો હતો. દારૂ ગુજરાતમાં લઇ જવાતો જોઈ પોલીસે ટ્રકચાલક અને ખલાસીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ કટ્ટાની નીચે સંતાડેલો 15.69 લાખ રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો અને દારૂ તેમજ ટ્રક સહિત 25.70 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ટ્રક ચાલક, ખલાસી અને દારૂ ભરાવનાર વેપારી સહિત ત્રણ લોકો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી અમીરગઢ પોલીસે હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...