તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:પાલનપુરની સુકુન ગ્રીન સોસાયટીમાં બંધ મકાનમાંથી રૂ.10.30 લાખની મત્તા ચોરાઈ

પાલનપુર12 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • તસ્કરો મકાનમાંથી રોકડ રકમ, સોના- ચાંદીના દાગીના સહિત ઉપાડી ગયા

પાલનપુરની સુકનગ્રીન સોસાયટીમાં શનિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ એક બંધ મકાનને નિશાન બનાવ્યું હતુ. જ્યાંથી રોકડ રકમ તેમજ સોના- ચાંદીના દાગીના મળી કુલ રૂપિયા 10.30 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. પાલનપુરમાં સુકુન ગ્રીન સોસાયટીમાં રહેતા અખિલેશ કૈલાશચંદ્ર અગ્રવાલ પોતાના પરિવાર સાથે નાસિક ગયા હતા. દરમિયાન શનિવારે રાત્રે અજાણ્યા શખ્સોએ તેમના બંધ મકાનના તાળા તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

જ્યાંથી રૂપિયા રૂપિયા 4,00,000 લાખના સોનાના તેમજ રૂપિયા 1,30,000ના ચાંદીના દાગીના તેમજ તિજોરીમાંથી રૂપિયા 5,00,000 લાખ રોકડ મળી ને કુલ રૂ.10.30.લાખના મુદ્દામાલની ચોરી કરી હતી. પોતાના મકાનમાં ચોરી થઇ હોવાની જાણ થતાં તેઓ પાલનપુર દોડી આવ્યા હતા. અને સોમવારે મોડી સાંજે પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે પોલીસે ગૂનો નોંધી તસ્કરોનું પગેરૂ શોધવા ચક્રો ગતિમાન કર્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો