લૂંટારુ ઝડપાયો:ગુંદરી ગામની સીમમાં બનેલી લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો, LCBએ એક શખ્સને ઝડપી ધાનેરા પોલીસને સોંપ્યો

પાલનપુર7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એલસીબી સ્ટાફને પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી
  • ધાનેરા પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

પાંથાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુંદરી ગામની સીમમાં બનેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલાયો છે. બનાસકાંઠા એલસીબી પોલીસે આરોપીને પકડી પાડી ધાનેરા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

બનાસકાંઠા એલસીબી સ્ટાફને ધાનેરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ખાનગી રાહે બાતમી મળી હતી કે પાંથાવાડા પોલીસ સ્ટેશન હદ વિસ્તારના ગુંદરી ગામની સીમમાં હોટલ સાંઈનાથ પાસે કરાયેલી લૂંટનો આરોપી અશોક કુમાર અંબારામ વિષ્ણુ નેનાવા માર્કેટ પાસે આવેલો છે. જે બાતમીના આધારે તેમજ સાયબર સેલના પોલીસ કોન્સ્ટેબલ મહેશભાઈ તથા આશિષભાઈની મદદ મેળવી એલસીબી ટીમે ઈસમને પકડી પાડ્યો હતો. જેના પગલે પાંથાવાડા પોલિસ સ્ટેશને આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ થયેલો છે. તેમજ ગુનો અનડિટેક્ટ હોઈ તેને ડિટેક્ટ કરી આગળની કાર્યવાહી ધાનેરા પોલીસ સ્ટેશનને સોંપી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...