જાહેર માર્ગોની બિસ્માર હાલત:પાલનપુરમાં કમોસમી વરસાદને પગલે રોડ-રસ્તા ધોવાયા, જાહેર માર્ગો પર મસમોટા ભુવા પડ્યા

પાલનપુર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાહેર રોડ પર મોટા ભુવા પડતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા
  • બિસ્માર માર્ગોનું યોગ્ય સમારકામ કરવામાં ન આવતા સ્થાનિકોને હાલાકી

પાલનપુરમાં બે દિવસ પડેલા વરસાદમાં મોટા ભાગના રોડ-રસ્તા ધોવાઈ ગયા હતા. આ સિવાય જાહેર માર્ગો પર મસમોટા ભુવા પડતા સાવ બિસ્માર બનેલા માર્ગોને લઈ વાહન ચાલકો સહિતના લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. શહેરમાં ભૂગર્ભ ગટરના કામને લીધે જાહેર માર્ગો પર આડેધડ ખોદકામ કર્યા બાદ બિસ્માર બનેલા માર્ગોનું યોગ્ય સમારકામ કરવામાં ન આવતા સામાન્ય વરસાદને પગલે પણ મોટાભાગના રોડ-રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા.

આ સિવાય પાલનપુરમાં અંબાજી જવાના મુખ્ય માર્ગ ઉપર મીરાગેટથી સમતા સ્કૂલ સુધીના માર્ગ પર મોટા ભુવા પડી જતા બસ સહિતના વાહનો ફસાયા હતા. જેને લઈને આ માર્ગે પસાર થતા વાહનો હવે સોનબાગ સોસાયટીમાં પસાર થતા રહીશોમાં અકસ્માત સર્જાવાની ભીતી સેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...