તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:પાટણથી પાલનપુર કોર્ટની મુદ્દતે આવતાં રિક્ષા પલટી, પતિનું મોત, પત્ની ગંભીર

પાલનપુર10 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • પાલનપુરના ચડોતર નજીક વાનને અકસ્માતમાં એકનું મોત

પાલનપુરના જગાણા અને ડીસા હાઇવે ઉપર ચડોતર નજીક બે જુદાજુદા અકસ્માતમાં બે વ્યકિતના મોત નિપજ્યાં હતા. જ્યારે બે જણાંને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.જગાણા નજીક સર્જાયેલા અકસ્માતની વિતગો એવી છે કે, મુળ પાલનપુરના ગોબરીરોડ વિસ્તારમાં રહેતા અને છેલ્લા છ માસથી વ્યવસાય અર્થે પાટણમાં સ્થાયી થયેલા દિનેશભાઇ વાલજીભાઇ દેવીપૂજક (ઉ.વ. 40)ને પાલનપુર કોર્ટની તારીખ હોવાથી પોતાની પત્ની રમીલાબેન સાથે રિક્ષા નંબર જીજે. 08. એવી. 1706 લઇને સોમવારે પાલનપુર આવી રહ્યા હતા. તે દરમિયાન જગાણા નજીક રિક્ષા પલટી ગઇ હતી.

આ અકસ્માતમાં દિનેશભાઇને ગંભીર ઇજાઓ થતાં મોત નિપજ્યું હતુ. જ્યારે તેમની પત્ની રમીલાબેનને ગંભીર ઇજાઓ થતાં પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે ચડોતર નજીક રવિવારે મોડી રાત્રે વાનને અકસ્માત નડતાં એક વ્યકિતનું મોત નિપજ્યું હતુ. તેમજ સિધ્ધપુરના ડુંગરીયાસણના અરજણભાઇ ઠાકોર (ઉ.વ. 20)ને ઇજાઓ થતાં પાલનપુર 108ના ઇએમટી ધવલભાઇ જેતપુરા અને પાયલટ અંકિતભાઇ મોદીએ પાલનપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો