તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભેળસેળનો ઘટસ્ફોટ:ડીસાની વીર કૃપા ઘીની ફેક્ટરીમાં ઓછા ફેટની મલાઈ,ડાલ્ડા ઘી અને પામ ઓઇલનું મિશ્રણ કરી ઘી બનાવાતાનો ઘટસ્ફોટ

પાલનપુર5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 15 સેમ્પલ ફેઈલ થયાનું જાણી સંચાલકો રિપોર્ટ લેવા પાલનપુર ફૂડ વિભાગની કચેરીએ દોડ્યા
 • અગાઉ પણ ઘીનું ડુપ્લીકેટ કરતાં સંચાલકો ઝડપાતા 4 લાખનો દંડ થયો હતો

ડીસાની વીરકૃપા ઘીની ફેક્ટરીના એક સાથે 15 સેમ્પલ ફેલ થવાની ઘટનાએ મિલાવટ ખોરોમાં હડકંપ સર્જી દીધો છે.જુદા જુદા માર્કાની ઘીની ફેક્ટરીઓમા બનતુ ઘી એસેન્સનો ઉપયોગ કરીને બનાવાતું હોવાનું ખુલ્યું છે. સાથે જ એ પણ ખુલાસો થયો છે કે વીરકૃપા ફેકટરીના સંચાલકો પૈકીના કેટલાક અગાઉ પણ ફૂડ વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં દંડાત્મક કાર્યવાહી પણ કરાઇ હતી.17 સેમ્પલ પૈકી 15 સેમ્પલ એક જ ફેકટરીના ફેલ થવાની ઘટનાથી ખુલ્લા પડી ગયેલા સંચાલકોએ રિપોર્ટ લેવા માટે એક પાલનપુર જિલ્લા સેવા સદન ભાગ 2 સ્થિત ફૂટ સેફટી વિભાગની કચેરીએ દોડી ગયા હતા.

ફૂડ વિભાગની કચેરીએથી મળેલી વિગતો મુજબ સંચાલકોની સામે અગાઉ પણ ખાદ્ય પદાર્થોના નમુના સબસ્ટાન્ડર્ડ કે મિસબ્રાન્ડ આવતા કાયદેસરની કાર્યવાહી થઈ હતી અને 4 લાખની આસપાસના દંડનો કોરડો વીંઝાયો હતો. કેટલાક વેપારી સૂત્રોએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે " અગાઉ સેમ્પલ ફેલ થવાના મામલામાં દક્ષિણ પોલીસે વિકી નામના વેપારીની અટકાયત કરી હતી.શંકાસ્પદ ઘીના 9 ડબ્બા પકડ્યા હતા.

ઉપરાંત પાલનપુર લોકલ ક્રાઇમ બ્રાંચે ભાખર ગામેથી ગોડાઉન ઝડપ્યું હતું જેમાં પણ આજ સંચાલકોની પરોક્ષ રીતે સંડોમણી હોવાનું ચર્ચાયું હતું.ઘીમાં એસેન્સ ઓઇલ, કરનેલ સોયાબીન, પામઓઇલ, વેજફેટ, ક્રીમ સહિતનો ઉપયોગ કરીને બનાવતા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

પાલનપુરમાં મરચામાં કલરની ભેળસેળ, થોડા સમય અગાઉ ફેક્ટરીમાંથી લેવાયેલું સેમ્પલ ફેલ
પાલનપુર ડીસા હાઈવે પર આવેલી અમિત ગોઠીની માલિકીની એક્સક્લુઝિવ સ્પાઈસીસ નામની મરચાનો પાવડરની ફેક્ટરીમાંથી દિવાળી પૂર્વે ફૂડ સેફ્ટી વિભાગે મરચાના સેમ્પલ લીધા હતા જે પરીક્ષણ અર્થે લેબોરેટરીમાં મોકલતા મરચામાં અખાદ્ય કલર હોવાનું સામે આવ્યું છે.જેથી ફૂડ સેફ્ટી વિભાગે અનસેફ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો