માનવતા:પાલનપુર એરોમાં સર્કલ પર વિખૂટી પડેલી ત્રણ બાળકીઓનું પરિવાર સાથે મિલન

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • છાપી પીએસઓએ ત્રણેય બાળકીને માતાપિતાને સોંપી

પાલનપુર એરોમા સર્કલથી મળી આવેલી ત્રણ બાળકીઓને છાપી પોલીસ મથકના પીએસઓએ માતા- પિતાને સોંપી માનવતા દાખવી હતી. વડગામના તેનીવાડા ગામે આવેલ વુંદાવન હોટલ પાછળ આવેલ સોસાયટીમાં રહેતા અને મજુરી કરતા એક પરીવાર ના ત્રણ બાળકો તેનિવાડા થી છાપી હાઈવે પર શાકભાજી લેવા ગયા ત્યારે ભુલથી પાલનપુર જતાં રહેતા આ ત્રણેય બાળકીઓ પાલનપુર એરોમા સર્કલ પરથી મળી આવ્યા હતા. જેમની પાલનપુર પોલીસ દ્વારા પુછપરછ કરતાં હેબતાઈ ગયેલા બાળકોએ છાપી ના હોવાનું જણાવતા પોલીસે છાપી પોલીસનો સંપર્ક કર્યો હતો.

જ્યાં છાપી પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.ઓ માં ફરજ બજાવતાં જગદીશભાઈ પરમાર દ્વારા આ બાબતે પ્રાથમિકતા દાખવી તાત્કાલિક ધોરણે આવી ત્રણ બાળકીઓનો કબ્જો મેળવ્યો હતો.અને સોશિયલ મિડિયામાં મેસેજ તેમજ ફોટો નાખતાં બાળકો ના વાલીઓ દ્વારા છાપી પોલીસ મથકે દોડી આવ્યા હતા.ત્યારે પોલીસ કર્મી જગદીશભાઈએ આધારભુત ડોક્યુમેન્ટ બતાવ્યા બાદ ત્રણ બાળકીઓને તેમના પરિવારને સુપ્રત કરી હતી. પોલીસ ની પ્રશંસનીય કામગીરીથી પરીવાર સહિત લોકોમાં હર્ષની લાગણી પ્રસરી છે.

અન્ય સમાચારો પણ છે...