તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધ:બનાસકાંઠાના નિવૃત કર્મચારીઓને પેન્શનમાં અન્યાય થતાં ભૂખ હડતાળ

પાલનપુર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બનાસડેરી, બનાસબેંક, ગુજરાત વિદ્યુત બોર્ડ, એસ. ટી નિગમ, જમીન વિકાસ બેંકના ઇ.પી.એસ. 95માં જોડાયેલા કર્મચારીઓને પૂરતું પેન્શન અપાતું નથી

જિલ્લાના બનાસડેરી, બનાસબેંક, ગુજરાત વિધુત બોર્ડ, એસ. ટી નિગમ, જમીન વિકાસ બેંકના ઇ.પી.એસ. 95માં જોડાયેલા નિવૃત કર્મચારીઓને પુરતુ પેન્શન મળતું ન હોઇ ન્યાય માટે મંગળવારે પાલનપુર તાલુકાના રતનપુર ગામે એક દિવસના ઉપવાસ કર્યા હતા. અને આગામી સમયમાં લડત આપવાનો નિર્ધાર કર્યો હતો.

બનાસડેરી, બનાસબેંક, ગુજરાત વિધુત બોર્ડ, એસ. ટી નિગમ, જમીન વિકાસ બેંકના નિવૃત કર્મચારીઓએ મંગળવારે રતનપુર ગામે પેન્શનની માંગણી સાથે એક દિવસનો ઉપવાસ કર્યો હતો. આ અંગે પાલનપુર બનાસડેરી નિવૃત કર્મચારી પેન્શન લડત સમિતિના પ્રમુખ પચાણભાઇ ધૂળીયાએ જણાવ્યું હતુ કે, દેશભરના 65 લાખથી વધુ વૃધ્ધજનોને નજીવી રકમનું પેન્શન ચૂકવવામાં આવે છે. જેનાથી આજની કારમી મોધવારીમાં ગુજરાન ચલાવવું મુશ્કેલ છે. પેન્શનની રકમ વધારવા માટે 2016 રાષ્ટ્રીય આંદોલન સમિતિ દ્વારા સરકારમાં રજૂઆતો કરેલી છે.

સુપ્રિમ કોર્ટે પણ કર્મચારીઓની તરફેણમાં ચૂકાદો આપ્યો છે. જોકે, તેની અવગણના કરવામાં આવી રહી છે. આજે ઉપવાસ કરી સરકારનું ધ્યાન દોર્યુ છે. આગામી સમયમાં પણ લડત ચાલુ રાખીશુ. આ ઉપવાસમાં નિવૃત કર્મચારીઓ રમણભાઇ કે. પટેલ (પાલનપુર), ગણેશભાઇ એસ. બેરા (રતનપુર), વસંતભાઇ એમ. મોર (પાલનપુર), રામજીભાઇ કરેણ (મેરવાડા), ફલજીભાઇ એમ. ભટોળ (સમશેરપુરા) સહિત નિવૃત કર્મચારીઓ જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...