ગ્રામ પંચાયત ચૂંટણી:પાલનપુરમાં 70 પૈકી 52 ગામોના પરિણામો જાહેર, 15 રૂમમાં 70 પંચાયતોની રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પાલનપુરની પંચાયતમાં ઉમેદવાર જીતી બહાર આવતા ગ્રામજનોએ ફુલફાર પહેરાવી વધાવ્યા હતા. - Divya Bhaskar
પાલનપુરની પંચાયતમાં ઉમેદવાર જીતી બહાર આવતા ગ્રામજનોએ ફુલફાર પહેરાવી વધાવ્યા હતા.
  • પાલનપુરના વાસણી ગ્રામ પંચાયતમાં 2 મતો જ્યારે વાસણ ગ્રામ પંચાયતમાં 3 મતોથી સરપંચ જીત્યા, સરેરાશ 3 થી 5 ટકા મતો રદ થયા

પાલનપુરમાં 9:00 થી જગાણા એન્જિનિયરિંગ કોલેજ માં ગણતરી ની શરૂઆત થઇ હતી જેમાં એક સાથે 15 રૂમમાં ચૂંટણી અધિકારી દ્વારા મતપેટીઓ ખોલી બેલેટ પેપર ની ગણતરી શરૂ કરવામાં આવી હતી. સૌથી પહેલા સાંગલા પારપડા ખરોડિયા ગાદલવાડા આંબલીયાળ વાસડા લુવા કમાલપુરા સલેમપુરા ભટામલ મોટી રતનપુર ગોળા હેબતપુર ભાગળ અને કોટડા ગામોના સૌપ્રથમ રીઝલ્ટ પ્રથમ રાઉન્ડમાં જાહેર કરાયા હતા.

કેટલીક મોટી ગ્રામ પંચાયત હોવાથી મતદારોની સંખ્યા વધુ હોવાથી ત્યાં દોઢથી પોણા બે કલાક જેટલો સમય મતગણતરીમાં લાગ્યો હતો સાંજે 6:00 વાગ્યા સુધી 52 ગામ પંચાયતો જાહેર કરવામાં આવી હતી. 70 પંચાયતોની રાઉન્ડ ધ ક્લોક કામગીરી ચાલી હતી સૂત્રોએ જણાવ્યું કે એક પંચાયતનું પરીણામ જાહેર કરતા સવા કલાકથી દોઢ કલાકનો સમય લાગ્યો હતો. મતગણતરી દરમિયાન કેટલાક ગામા પાતળી સરસાઇથી સરપંચોએ જીત હાંસલ કરી હતી જેના લીધે ફરી ઉમેદવારોએ રી-કાઉન્ટિંગ પણ માગ્યું હતું.

પાલનપુરના વાસણી પંચાયતમાં 2 મતથી ઉમેદવારનો વિજય થયો હતો જ્યારે જ્યારે વાસણ ગામ પંચાયતમાં 3 મતોથી મહિલા સરપંચ સરપંચ જીત્યા હતા. જોકે ગ્રામ્ય વિસ્તારમાં કેટલાક ગામો એવા હતા જ્યાં મોટી સંખ્યામાં મતો અમાન્ય ઠર્યા હતા જેમાં આકેસણ ગામ માં 86 મતો રદ થઈ ગયા હતા તે જ રીતે લાલાવાડા માં 50 જ્યારે વાસણા ગામમાં 63 મત રદ થઈ ગયા હતા સરેરાશ 3 થી 5 ટકા મતો રદ થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું, રદ થયેલા મતોમાં કેટલાકે સિક્કા જ નહોતા લગાવ્યા તો કેટલાકે બે વખત સિક્કા લગાવ્યા હતા.

પાલનપુર- અમદાવાદ હાઇવે પર જગાણા પાસેના મતગણતરી કેન્દ્ર બહાર હજારો લોકોનો જમાવડો સવારથી રહેતા વાહન વ્યવહાર પણ અટવાઈ ગયો હતો રોડ ઉપર સમર્થકો ઉતરી આવતા પોલીસને દિવસભર દંડા લઈને પાછળ દોડવું પડ્યું હતું. હજારો લોકો એન્જિનિયરિંગ કોલેજ આગળ પહોંચતા વાહનો પાર્ક કરવા માટે હાઈવે ની ખાલી જગ્યા તેમજ જગાણા હેલીપેડ પર અસંખ્ય વાહનો પાર્ક કરવા પડયા હતા.

અન્ય સમાચારો પણ છે...