તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આત્મનિર્ભર:પાલનપુર વોર્ડ 9 માં સરસ્વતી સોસાયટીના રહીશોએ સ્વખર્ચે પાઇપલાઈન નખાવી

પાલનપુર9 દિવસ પહેલા
 • કૉપી લિંક
સ્થાનિક રહીશોએ દોઢ લાખનો લોકફાળો કરી પાઇપ નાખી હતી. - Divya Bhaskar
સ્થાનિક રહીશોએ દોઢ લાખનો લોકફાળો કરી પાઇપ નાખી હતી.
 • કહ્યું ખર્ચો આપો તો વોટ મળશે,રહીશોની ચૂંટણી બહિષ્કારની ચીમકી

પાલનપુર વોર્ડ નં.9માં આવેલી સરસ્વતી સોસાયટીમાં સ્થાનિક રહીશોએ દોઢ લાખનો લોકફાળો કરી પાઇપલાઇન બિછાવવાનું કામ હાથે લીધું છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા ગંભીરતા ન લેતા રહીશોએ મતદાન બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. પાલનપુર પાલિકાની ચૂંટણી ને લઈ ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ થયો છે તેવામાં વોર્ડ નંબર 9માં અમદાવાદ હાઇવે સ્થિત આવેલી સરસ્વતી સોસાયટીમાં સિનારિયો સાશકો વિરુદ્ધ જોવા મળ્યો છે.

આ વિસ્તારની મહિલાઓએ જણાવ્યું હતું કે "અમારા વિસ્તારમાંથી સભ્યો ચૂંટાયા બાદ અહીંયા એકવાર પણ આવ્યા નથી અમારી સોસાયટીમાં ગટરની મોટી સમસ્યા છે. પરંતુ કોઈ કોર્પોરેટર ન આવતા રહીશોએ ઘરદીઠ ફાળો એકઠો કરી સોસાયટીમાં પાઇપલાઇન નાખવાની કામગીરી શરૂ કરાઇ છે. જેને વોટ લેવો હોય એ અમારા ગટરની પાઈપનો ખર્ચો આપે તોજ વોટ આપીશું નહીતો આખી સોસાયટી ચૂંટણી બહિષ્કાર કરશે." આ વિસ્તારના અગ્રણી આશિષભાઈ પંચાલે જણાવ્યું હતું કે "ઘર આગળ સોષકુવા હવે થઈ શકે તેમ નથી. ઘરના ગંદા પાણીના નિકાલ માટે દોઢ વર્ષથી પાઇપલાઇન માટે પાલિકામાં ધક્કા ખાવા છતાં કોઇ સાંભળનાર નથી જેથી અમે બધાએ મિટિંગ કરી ઘરદીઠ 15-15 હજાર ઉઘરાવી હાલ દોઢ લાખ જેટલો ફંડ એકઠું કરી પાઈપલાઈન નાંખવાનું કામ શરૂ કર્યું છે. અમે આ વખતે નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. અમારા વિસ્તારમાં વોટ લેવા ઉમેદવારોએ આવવું નહીં"

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો