તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:14 દિવસથી પીવાનું પાણી ન મળતાં પાલનપુર આંબાવાડીના રહીશો ટેન્કર મંગાવવા મજબૂર

પાલનપુર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંબાવાડી વિસ્તારમાં પીવાનું પાણી ન આવતા મહિલાઓ રોષે ભરાઈ. - Divya Bhaskar
આંબાવાડી વિસ્તારમાં પીવાનું પાણી ન આવતા મહિલાઓ રોષે ભરાઈ.
  • બોર ઓપરેટર ઘર દીઠ રૂ.20 લઈને પાણી છોડતો હોવાનો મહિલાઓનો આક્ષેપ
  • સમસ્યાનો ઉકેલ નહીં આવે તો પાલિકામાં માટલા લઈ ધસી આવવાની ચીમકી

પાલનપુર નગરપાલિકા વોર્ડ.11 આંબાવાડી લંગરિયા વિસ્તારમાં ઘણા વર્ષોથી પીવાની પાણીની સમસ્યાથી મહિલાઓ ત્રાસી ગઈ છે. શુક્રવારે વિસ્તારની તમામ મહિલાઓ પીવાનું પાણી ન આવતા રોષે ભરાઈ પાલિકા અને બોર ઓપરેટરના નામના હાય હાય ના નારા લગાવ્યા હતા.

સ્થાનિક મહિલા સોનલબેન, રૂકયાંબેન અને કેસુબેને આક્ષેપ કર્યા હતા કે અમારા વિસ્તારમાં છેલ્લા 14 દિવસથી પીવાનું પાણી આવતું નહિ જ્યારે પાલિકામાં રજુઆત કરીએ ત્યારે કોઈ સાંભળતું નથી. ન છૂટકે અમારે ટેન્કર મંગાવી પાણી લાવવું પડે છે.પીવાના પાણીના ટેન્કરના 300 રૂપિયા આપી પાણી મંગાવીએ છીએ સ્થાનિક નગરસેવકોને અવારનવાર રજુઆત કરતાં એકાદ બે દિવસ પાણી આવે પછી એજ સ્થિતિ સર્જાય છે. હવે પાણી નહીં આવે તો માટલા લઈ પાલિકા ઘસી આવવાની મહિલાઓએ ચીમકી ઊચ્ચારી હતી.

આંબાવાડી વિસ્તારમાં રહેતી મહિલાઓએ આક્ષેપ કર્યા કે અમારા વિસ્તારમાં 390 પરિવાર છે.તેમ છતાં પીવાનું પાણી આવતું નહિ જ્યારે બોર ઓપરેટર પસાભાઈ તમામ વિસ્તારમાં રહેતા પરિવાર પાસે રૂ.20 લઈને પાણી છોડે છે.એમને અમારી મજબૂરીનો ફાયદો ઉઠાવી 50 રૂપિયા કરી નાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...