તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Residents Of Five Societies Of Ward No 7, Suffering From Contaminated Water From Underground Sewers, Living A Hellish Life, Residents Of Ramnagar

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ગ્રાઉન્ડ રિપોર્ટ પાલનપુર વોર્ડ નં-7:વોર્ડ નં -7ની પાંચ સોસાયટીના રહીશો ભૂગર્ભ ગટરના દૂષિત પાણીથી ત્રસ્ત,નર્કસમાન જિંદગી જીવતા રામનગરના રહીશો

પાલનપુર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
વોર્ડ 7માં અનેક સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણી વર્ષોથી રોડ પર રેલાય છે. મહિલાઓ જાતેજ પોતાના ઘર આગળ રોડની સફાઈ કરે છે. - Divya Bhaskar
વોર્ડ 7માં અનેક સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરના દૂષિત પાણી વર્ષોથી રોડ પર રેલાય છે. મહિલાઓ જાતેજ પોતાના ઘર આગળ રોડની સફાઈ કરે છે.
  • વરસાદી પાણી ઘરમાં ન ઘૂસે તે માટે ગેટ આગળ જ દીવાલો કરવી પડી

પાલનપુર શહેરના વોર્ડ નં 7માં ભૂગર્ભ ગટરની સમસ્યા સૌથી મહત્વની છે. પાછલા પાંચ વર્ષમાં ચાર સભ્યો પૈકી 2 ભાજપ અને 2 કોંગ્રેસના હોવાથી વોર્ડનો અધકચરો વિકાસ થયો છે. અહીં આનંદનગર, નવજીવન, જલારામપાર્ક, કૈલાશ નગર, રામનગર અને અમરનાથ સોસાયટીઓ ભૂગર્ભ ગટરના દૂષિત પાણીથી ત્રસ્ત છે. અત્યંત દુસ્કર હાલત રામનગરના રહીશોની છે. ઊંચાણ વાળા વિસ્તારોનું દૂષિત પાણી આ વિસ્તારમાં આવીને પડ્યું રહે છે. ચૂંટણીઓ આવતાજ 3 દિવસ પહેલા અહીં કોઈ પાઇપો મૂકી ગયું છે.

આ વિસ્તારના રહીશો જાણે નર્કસમાન જિંદગી જીવતા હોય તેવી સ્થિતિ છે.વરસાદી પાણી ઘરમાં ન ઘૂસે તે માટે ગેટ આગળ જ દીવાલો બનાવી છે. મોટાભાગના વિસ્તારોમાં ગંદકી જોવા મળે છે.રેલ્વે સ્ટેશનની પાછળની માલ ગોડાઉન નજીક ગેસ ઓફિસ થી સરસ્વતી સ્કૂલ નો રોડ બનાવવા વર્ષોથી માંગ છે પણ હજુ સુધી પૂરી થઈ નથી. મોટાભાગના વિસ્તારો નીચાણવાળા હોવાથી વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થઈ શકતો નથી. ઘેમરપુરા નામના વિસ્તારમાં ખુલ્લી નીકોની સફાઈ કેટલાય મહિનાઓથી થઈ નથી.

વોર્ડ7માં સમાવિષ્ટ વિસ્તાર
ઢુંઢીયાવાડી, સુખબાગરોડ, મહંમદ સોસાયટી, શાને મોહમ્મદી સોસાયટી, શક્તિનગર, નવજીવન, રામનગર, ઘેમર પુરા, અલીગંજ ટેકરા, આનંદનગર, જામપુરા, કૃષ્ણ કોલોની, નવજીવન, કોઝી પાછળનો વિસ્તાર, અર્બુદાનગર, ગાયત્રી પરિવાર, સોનલ સોસાયટી, સોમનાથ, જય સોમનાથ, વિશ્વકર્મા, શાંતિવન, જીઆઇડીસી

રજૂઆતો છતાં 18 વર્ષથી રોડ નથી બન્યો
પાલનપુર રેલવે સ્ટેશન પાછળ માલ ગોડાઉન આવેલા છે જ્યાંથી અનેક સોસાયટીઓ ને જોડતો ગેસ ઓફિસ થી સરસ્વતી સ્કૂલ વચ્ચેનો માર્ગ પાછલા 18 વર્ષથી બન્યો નથી. ભૂતકાળમાં અનેક રજુઆતો કરી છતા પરિણામ મળ્યું નથી. રેલવેની હદ હોવાથી પ્રશ્ન અટવાયો હોવાનું જાણવા મળ્યું છે.> અંકિતાબેન સ્થાનિક અગ્રણી

રામનગર ચોકમાં ઉપરની સોસા.નું પાણી નીચે આવ છે
રામનગર ચોકમાં ઉપરની સોસાયટીઓનું પાણી નીચે આવે છે લગ્ન પ્રસંગ હોય ત્યારે ઉપરની સોસાયટીઓના લોકોને બે દિવસ પાણી ડાયવર્ઝન કરવા માટે વિનંતી કરવી પડે છે. જેથી અમારો પ્રસંગ સારી રીતે પાર પડી શકે.>ગૌરાંગભાઈ સોલંકી સ્થાનિક રામનગર

​​​​​​​ત્રણ દિવસ પહેલા કોઈ પાઇપો મૂકી ગયું
35 વર્ષથી રહીએ છીએ વરસાદી પાણી ઘરમાં ઘૂસી જાય તે માટે ઘર આગળ દિવાલ કરી છે. હમણાં ત્રણ દિવસ પહેલા કોઈ પાઇપો મૂકી ગયું છે. અમને આ નર્ક જેવી બદતર સ્થિતિથી છુટકારો જોઈએ છે. > ધનીબેન ગલબાભાઇ સોલંકી ( સ્થાનિક રહીશ.વોર્ડ 7)

ઘર આગળ દૂષિત પાણીથી હવે કંટાળી ગયા છીએ
દસ વર્ષ પહેલા મકાન લીધું, થોડા વર્ષો પછી અહીં ભૂગર્ભની પાઈપ લાઈન નંખાઈ. જેમાં બધા લોકો જોડાણ મેળવતા હતા એટલે અમે પણ જોડી દીધું. હવે સ્થિતિ એ છે કે ભુગર્ભનું પાણી આગળ ક્યાંય જતું જ નથી. બધું પાણી રોજ સવારે ઘર આગળ ચેમ્બરમાં બેક મારે છે. વારંવાર પાલિકામાં કહ્યું પણ પાલિકા કહે છેકે આ યોજના અમારામાં નથી આવતી. કામ પતે એટલે આવશે. હવે અમે શુ કરીએ એ સમજાતું નથી.સ્થાનિક રહીશ આનંદ નગર

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો