તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Palanpur
 • Residents Of A Society In Palanpur Dug A Sewer Line Themselves And Told The Administration, "Pay The Expenses Or We Will Boycott The Elections."

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી બહિષ્કારની ચીમકી:પાલનપુરની એક સોસાયટીના રહીશોએ જાતે ગટર લાઈન નખાવી પ્રશાસનને કહ્યુ- 'ખર્ચના પૈસા આપો નહીંતર ચૂંટણીનો બહિષ્કાર કરીશું'

પાલનપુર5 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પ્રશાસને કામ ના કરતા સ્વખર્ચે કામ કરાવ્યું
 • 2.25 લાખ રૂપિયાના ખર્ચે ગટરલાઈનનું કામ કરાવ્યું

બનાસકાંઠા જિલ્લામાં આગામી 28મી ફેબ્રુઆરીએ યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પાલનપુર,ડીસા અને ભાભર નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે.તેમ તેમ સ્થાનિકો પોતાના ગતટર્મમાં બાકી રહેલા વિસ્તારના કામોને લઈ નેતાઓ સામે રોષ ઠાલવી રહ્યા છે.તો પાલનપુરની એક સોસાયટીના રહીશોના વિસ્તારમાં પાલિકા દ્વારા ગટર લાઇન ન નાંખતા ખુદ સ્થાનિકોએ પોતાના પૈસે જ ગટર લાઇન નાખવી દીધી અને ચીમકી ઉચ્ચારી છે કે, 'જો સરકાર તેમને તેમના પૈસા પરત નહિ આપે તો તેવો ચૂંટણીનો બહિષ્કાર કરશે'.

પાલનપુર નગરપાલિકાની ચૂંટણી આવતા જ કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો મતદાતાઓને લોભામણા વાયદાઓનો પટારો લઈને મત માંગવા નીકળી પડ્યા છે. ઉમેદવારો પોતાના વોર્ડમાં તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની ખાત્રી આપી રહ્યા છે. ત્યારે પાલનપુરમાં વોર્ડ નંબર 9 માં આવેલા સરસ્વતી સોસાયટીના સ્થાનિકોની વર્ષો જૂની ભૂગર્ભ ગટરની માંગ નેતાઓએ પૂરી ન કરતાં છેવટે સ્થાનિકોએ ઘર દીઠ 15 હજાર રૂપિયા ઉઘરાવી સવા બે લાખ રૂપિયા જેટલી રકમ એકઠી કરી સ્વખર્ચે પોતાના વિસ્તારમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરી છે .જોકે હવે સરકાર દ્વારા સ્થાનિકોએ કરેલો ખર્ચ પરત નહીં કરાય તો સ્થાનિકોએ ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો