તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Palanpur
  • Residents Jammed The Highway Near Palanpur Gathaman Patiya, Protesting Against The Closure Of The Highway Over The Operation Of Six Lanes.

હાઇવે ચક્કાજામ:પાલનપુર ગાથામણ પાટિયા પાસે રહીશોએ હાઇવે પર ચક્કાજામ કર્યો, સિક્સ લેનની કામગીરીને લઇ હાઇવે બંધ કરતાં વિરોધ

પાલનપુર25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ડિવાઈડર હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ

પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટીયા પાસે આજે રહીશોએ ચક્કાજામ કર્યો હતો. સિક્સ લેન હાઇવેની કામગીરીમાં કોન્ટ્રાક્ટર રસ્તો બંધ કરી દેતા રસ્તો ખોલવાની માગણી સાથે રહીશો રસ્તા પર આવી ગયા હતા.

પાલનપુર-અમદાવાદ હાઇવે પર ગઠામણ પાટીયા પાસે 12થી વધુ ગામ અને અંદાજીત 8 સોસાયટીના જોડતો રસ્તો નેશનલ હાઈવેના ડિવાઈડર મૂકી બંધ કરવામાં આવ્યો હતો. જેને લઇને ગામડાઓમાંથી આવતા જતા લોકો અટવાયા હતા સાથે સાથે આસપાસના રહીશો પણ અટવાયા હતા. જેને લઈને આજે રહીશોએ ચક્કાજામ કર્યો હતો અને વિરોધ વ્યક્ત કર્યો હતો. રહીશોની માગણી છે કે, ડિવાઈડર હટાવીને રસ્તો ખુલ્લો કરવામાં આવે જેથી અકસ્માતનો ભય પણ રહે અને લોકો પણ ચાલી શકે.

હાઇવે પર રસ્તાને લઈને આજે પાલનપુરના લોકોને રસ્તા પર ઉતરવું પડ્યું હતું. અનેક ગામડાઓની જોડતો માર્ગ અને શાળાઓ પણ આવેલી છે જેથી વિદ્યાર્થીઓ પણ પરેશાન થાય ત્યારે તેની કામગીરીમાં ડિવાઈડર મૂકી દેતા રસ્તો બંધ થઈ ગયો હતો અને જેને લઇને લોકોએ વિરોધ પ્રગટ કર્યો હતો અને રહીશોની માગણી હતી કે, આગળ રસ્તો તાત્કાલિક ખુલ્લો કરી દેવામાં આવે નહીં તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે.

અન્ય સમાચારો પણ છે...