તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ત્રાસ:પાલનપુર કોઝી વિસ્તારમાં છેડતીખોર શખ્સોની ચૂંગાલમાંથી યુવતીને બચાવી

પાલનપુરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાળકો ન થતાં અમદાવાદના ભાઇ- ભાભી ત્રાસ ગુજારતાં ઘરેથી નીકળી ગઇ હતી

પાલનપુરના કોઝી વિસ્તારમાં બુધવારે કેટલાક અસામાજીક તત્વો એક યુવતીની છેડતી કરતાં હતા. તેણીને 181 અભિયમની ટીમે સુરક્ષિત સ્થળે ખસેડી હતી. મહિલાને બાળકો થાય તેમ ન હોઇ અમદાવાદના ભાઇ- ભાભી તેણીની ઉપર ત્રાસ ગુજારતાં હોઇ યુવતી ઘરેથી નીકળી પાલનપુર આવી પહોંચી હતી.

પાલનપુર કોઝી વિસ્તારમાં બુધવારે સાંજે 181 અભિયમની ટીમે અસામાજીક તત્વો દ્વારા છેડતીનો ભોગ બનેલી અમદાવાદની યુવતીને સુરક્ષા પુરી પાડી હતી. આ અંગે બનાસકાંઠા 181 અભિયમ મહિલા હેલ્પલાઇનના કાઉન્સેલર જીનલબેન પરમારે જણાવ્યું હતુ કે, કોલ મળતાં હેડ કોન્સટેબલ મિનાક્ષીબેન ઠાકોર સાથે કોઝી વિસ્તારમાં ગયા હતા. જ્યાં 21 વર્ષની યુવતીને સુરક્ષા પુરી પાડી હતી. તેણીએ નિવેદનમાં જણાવ્યું હતુ કે, હું અમદાવાદ રહું છુ. મારે ગાઇનેક પ્રોબ્લેમ હોઇ બાળકો થઇ શકે તેમ નથી. માટે ભાઇ- ભાભી ત્રાસ ગુજારતાં હોઇ ઘરેથી નીકળી ગઇ છુ.

એક દિવસ કલોલ રોકાઇ અહિં પાલનપુર આવી છુ. જોકે, કેટલાક તત્વો મારી સાથે લગ્ન કરી લે તેમ કહી છેડતી કરતાં હતા. જોકે, આ યુવતી ઘરે પરત જવા માંગતી ન હોઇ તેણીને 181 દ્વારા પાલનપુરમાં સુરક્ષિત સ્થળે મુકવામાં આવી હતી.

મહિલાને પરિવારજનો સવારનું ભોજન સાંજે અને સાંજનું ભોજન સવારે આપતા
અમદાવાદથી ભાઇ- ભાભીના ત્રાસથી નીકળી ગયેલી યુવતીના માતા હયાત નથી. ભાઇ- ભાભી તેની જોડે બધુ જ ઘરકામ કરાવતાં હતા. જોકે, સવારનું ભોજન સાંજે અને સાંજનું ભોજન સવારે આપી અસહ્ય ત્રાસ ગુજારતાં હતા.

અન્ય સમાચારો પણ છે...