માંગ:જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નો મુદ્દે કિસાન સંધની કલેકટરને રજૂઆત

પાલનપુરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ફાર્મર પ્રોડ્યુસર કંપનીને સામેલ કરવા સહિતની માંગ

બનાસકાંઠાના ખેડૂતોના વિવિધ પ્રશ્ને ભારતીય કિસાન દ્વારા જિલ્લા કલેકટરને મંગળવારે રજૂઆત કરી હતી. જેમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ફાર્મર પ્રોડ્યુસર કંપનીને સામેલ કરવા સહિતની માંગણી કરવામાં આવી હતી. બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોના વિવિધ પ્રશ્નો અંગે અગાઉ રજૂઆતો કરી હતી. જોકે, તેનો હજુ સુધી ઉકેલ આવ્યો નથી. પરિણામે ખેડૂતોને મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. જેના ઉકેલ લાવવા માટે ભારતીય કિસાન દ્વારા મંગળવારે જિલ્લા કલેકટરને રજૂઆત કરી હતી.

જેમાં ચાલુ સિઝનમાં વરસાદથી થયેલું નુકસાનનું તાત્કાલિક સર્વે કરી વળતર આપવું, ડીસા તાલુકામાં બનાસનદીના પટમાંથી બોરવેલ દ્વારા ખેંચવામાં આવતું પાણી બંધ કરાવવું, દાંતીવાડા ડેમમાં 60 ટકા પાણીનો જથ્થો જાળવી ઉપરનું પાણી જ સિંચાઈ માટે વાપરવું, ગત વર્ષની તીડ અને કૃષિ સહાય જે ખેડૂતોની બાકી છે તેમને સત્વરે ચૂકવવી, વાવ તાલુકામાં કરૂણા એમ્બ્યુલન્સ 1962 આપવી, બનાસનદીમાં જરૂરિયાત મુજબ ચેકડેમ બનાવવા જેથી પાણીના તળ સચવાઈ રહે, ટેકાના ભાવે મગફળી ખરીદી કરવા સારા આયોજન માટે કિસાન સંઘ સાથે મિટિંગ કરી ગોઠવણી કરવી, દર 3 માસે કલેકટર અને 2 માસે પ્રાંત અધિકારી સાથે મિટિંગ કરવી, રિસર્વેમાં ક્ષતિઓ છે સત્વરે સુધારવી, ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં ફાર્મર પ્રોડ્યુસર કંપનીને સામેલ કરવી સહિત રજુઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...