તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:બનાસકાંઠા જિલ્લામાં ધોરણ 10-12ના રિપીટર વિદ્યાર્થીઓએ માસ પ્રમોશનને લઈ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું

પાલનપુર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રિપીટર અને એક્સટર્નલ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવા માંગ

ગુજરાત રાજ્યમાં ચાલુ વર્ષ કોરોના મહામારીનોના કારણે ધોરણ 10-12ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો હતો. જેમાં રાજ્ય સરકાર દ્વારા કોરોનાની મહામારીનોના કારણે વિદ્યાર્થીઓને વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને માસ પ્રમોશન આપવાનો નિર્ણય લીધો હતો. પરંતુ આ બાબમાં ધોરણ 10-12ના રિપીટર વિદ્યાર્થીઓ તેમજ એક્સ તરીકે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ બાકાત રાખી તેની પરીક્ષા લેવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. જેને લઇ બનાસકાંઠા જિલ્લાના 10-12 અને એક્સના વિદ્યાર્થીઓ દ્વારા જિલ્લામાં કલેકટર કચેરીએ માસ પ્રમોશનની માંગ સાથે આવેદનપત્ર પાઠવ્યું હતું.

આ અંગે પાલનપુરના વિધાર્થીએ જણાવ્યુ હતુ કે, રિપીટર અને એક્સ્ટ્રેનલ વિદ્યાર્થીઓને ગુજરાતમાં માસ પ્રમોશન આપવામાં આવ્યું નથી, બાકી બધા રાજ્યોમાં આપવામાં આવ્યું છે. સરકાર અમારા જોડે કેમ અન્યાય કરે છે. અમને પણ માસ પ્રમોશન આપવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...