તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:પાંથાવાડાની યુવતીની લાશ સ્વીકારવા ઇન્કાર

પાંથાવાડા18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીને મરવા માટે મજબુર કરનારા શખ્સો ઝડપાય પછી જ મૃતદેહ સ્વિકારવા માંગ

પાંથાવાડામાં ત્રણ શખ્સોના ત્રાસથી આપઘાત કરનારી યુવતીના મૃતદેહને બહાર કાઢી અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં પેનલ પીએમ કરવામાં આવ્યું હતુ. જ્યાંથી મૃતદેહ પાંથાવાડા લવાયો છે. જોકે, આપઘાત કરવા માટે મજબુર કરનારા શખ્સોની જ્યાં સુધી ધરપકડ કરવામાં ન આવે ત્યાં સુધી પરિવારજનોએ મૃતદેહ સ્વિકારવાનો ઇન્કાર કરતાં યુવતીના મૃતદેહને પાંથાવાડા સીએચસીમાં મુકવામાં આવ્યો છે.

દાંતીવાડા તાલુકાના પાંથાવાડા ગામમાં દુષ્પ્રેરણ બાદ યુવતીના આપધાત કેસમાં નોંધાયેલી ફરિયાદના આધારે દાંતીવાડા મામલતદાર સહિત પાંથાવાડા સીએચસી સ્ટાફની હાજરીમાં શુક્રવારે પોલીસ તંત્રની ટીમ સાથે યુવતીનો દફનાવેલા મૃતદેહને બહાર કાઢ્યો હતો.

ત્યારબાદ અમદાવાદ સિવિલમાં ફોરેન્સી મેડીસીન ટીમ દ્વારા 7 થી વધુ અનુભવી તબીબોની હાજરીમાં યુવતીનું લાશનું પીએમ કરી ફરિયાદના અનુસંધાનમાં નિષ્ણાંત તબીબો દ્વારા સેમ્પલ લઇ વધુ તપાસ માટે ગાંધીનગર અને અમદાવાદ એફ.એસ.એલ.માં મોકલી આપી લાશને પાંથાવાડા પોલીસ સ્ટાફને સુપ્રત કરતાં શનિવારે મોડી સાંજે પાંથાવાડા પરત લાવી પાંથાવાડા સીએચસીના પીએમ રૂમમાં રાખવામાં આવી હતી પંરતુ આ લખાય છે ત્યાં સુધી યુવતીના પરિવારજનોએ જ્યાં સુધી ફરિયાદમાં નામ છે તે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વિકારનો ઈન્કાર કર્યો હતો.

આ અંગે એસી.એસટી સેલના ડિવાએસપી ડી.ટી.ગોહિલ સાથે મૌખિક વાત થતાં જણાવ્યું હતું કે ‘પરિવારજનોએ હાલ લાશ સ્વિકારનો ઈન્કાર કરેલ છે. આરોપી પકડવાની માંગ છે. જેથી અમે પરિવારને સમજાવાની કોશિષ પણ કરી હાલમાં કોઇ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. પોલીસ તંત્ર દ્વારા આરોપીઓની શોધખોળ ચાલુ છે.’

અન્ય સમાચારો પણ છે...